વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષના નેતા બનાવ્યા છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે અમિત ચાવડા પર પસંદગી ઉતારી છે. તથા શૈલેષ પરમારની ઉપનેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. શૈલેષ પરમાર દાણીલીમડાના MLA છે.
હાઈકમાન્ડે ત્રણ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અમિત ચાવડાને વિપક્ષના નેતા પદનુ સુકાન સોપાયુ છે અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારને જવાબદારી સોંપશે. હવે વિધાનસભામા વિપક્ષના નેતાના પદને માન્યતા મળશે કે કેમ તેના પર સૌની નજર છે. ગુજરાત કોંગ્રેસે હારના કારણો અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલી આપ્યો છે. પરંતુ ગુજરાત કોંગ્રેસના રિપોર્ટ પર જાણે હાઈકમાન્ડને ભરોસો ના હોય તેમ હાઈકમાન્ડે ત્રણ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી છે. આ કમિટી આજે પણ ઉમેદવારોને વન ટુ વન સાંભળશે.
કેટલાકે આમ આદમી પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો
પાલડી કોંગ્રેસ ભવન ખાતે 17મીએ સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ડાંગ, જામનગર, નવસારી, નર્મદા, કચ્છ, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાના ઉમેદવારો સાથે વન ટુ વન ચર્ચા કરશે. ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યે તાત્કાલિક વિધાનસભા વિપક્ષ નેતા જાહેર કરવાની પણ કમિટી સમક્ષ માગણી કરી હતી, ઉમેદવારોએ ભાજપના બાહુબળ, ધનબળ અને સત્તાના દુરુપયોગને લઈને આક્ષેપો કર્યા હતા, કેટલાકે આમ આદમી પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. પક્ષ વિરુદ્ધ કામ કરનારાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાની પણ માગ થઈ હતી.