સુરત શહેરમાં ખાનગી બસને પ્રવેશ નહીં કરવાના મુદ્દે હાલાકી થઇ રહી છે. જેમાં હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વહેલી સવારથી એક પણ બસનો સુરત સિટીમાં પ્રવેશ નહીં. તથા તમામ ખાનગી લકઝરી બસ માટે વાલક પાટિયા સ્ટોપ કરાયુ છે.
મુસાફરોને રીક્ષાના ડબલ ભાડા ચૂકવી જવાની ફરજ પડી
ઉલ્લેખનીય છે કે દરરોજ 500થી 600 બસો સુરત આવે છે. જેમાં મુસાફરોને રીક્ષાના ડબલ ભાડા ચૂકવી જવાની ફરજ પડી છે. સુરત શહેરમાં ખાનગી લકઝરી બસ સિટીમાં નહીં પ્રવેશ કરવા મામલે સુરતમાં હજારોની સંખ્યામાં મુસાફરોનો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સુરતમાં આવતી તમામ ખાનગી લકઝરી બસ વાલક પાટિયા પાસે સ્ટોપ કરાઇ છે. આજ વહેલી સવારથી તમામ બસો સુરત સીટીમાં પ્રવેશ કર્યો નહીં. તેથી હજારોની સંખ્યામાં મુસાફરોનો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
શું આ બાબતે સ્થાનિક તંત્ર કોઈ દખલગીરી કરશે: કુમારભાઈ કાનાણી
દરોજ સુરતમાં 500 થી 600 બસો સુરતમાં આવે છે. જેમાં સુરતના અલગ અલગ વિસ્તારના મુસાફરોએ રીક્ષાના ડબલ ભાડામાં જવું પડ્યું છે. કુમારભાઈ કાનાણીએ સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકી હતી. અને જણાવ્યું હતુ કે શું આ બાબતે સ્થાનિક તંત્ર કોઈ દખલગીરી કરશે.