રોજગારીના માર્કેટમાં કર્મચારીઓમાં કામના વધુ કલાકો અને તેની સામે નહીવત પગારની ફરિયાદો તો લગભગ સામાન્ય હોય છે. પણ આ બધામાં 20 વર્ષનો એક યુવાન એવો પણ છે જે રોજ માંડ એક કલાક કામ કરે છે અને તેની સામે વર્ષે રૂ. 1.2 કરોડનો અધધધ પગાર મેળવે છે.... ગૂગલ સાથે કામ કરતો 20 વર્ષનો આ સોફ્ટવેર એન્જિનિયર કહે છે કે તે રોજ માંડ એક કલાક કામ કરે છે અને તેની સામે તેનો વાર્ષિક પગાર 1,50,000 અમેરિકન ડોલર (રૂ. 1.2 કરોડ) છે. ડેવોન તખલ્લુસથી ઓળખાતો આ યુવાને સાઇન-ઇન બોનસ તો મેળવ્યું જ છે અને તેને વર્ષના અંતે મજબૂત બોનસ મળવાની અપેક્ષા છે તેમ અમેરિકન મીડિયામાં જણાવાયું હતું. આદર્શ રીતે તો તેણે આખો દિવસ ગૂગલના વિવિધ ટૂલ્સ માટે કોડ લખવામાં પસાર કરવાનો હોય છે.
ગૂગલ કામ માટેનું શ્રોષ્ઠ સ્થળ
ગૂગલના 97 ટકા કર્મચારીઓ તેને કામ માટેનું શ્રોષ્ઠ સ્થળ ગણે છે. ડેવોન કહે છે કે પોતાના મેનેજરને મોકલતાં પહેલાં તે પોતાને સોંપવામાં આવેલા કોઇપણ કાર્યના એક યોગ્ય ભાગ માટે કોડ રાઇટિંગની શરૂઆત કરે છે. આ બાકીના સપ્તાહ માટે કામ સરળતાથી ચાલવાની ગેરેન્ટી આપે છે.
શાંતિની નોકરી માટે ગૂગલ : ડેવોન
ડેવોને ગૂગલમાં જ ઇન્ટર્નશિપ કરી હતી. તેને ખબર હતી કે જો ગૂગલમાં નોકરી મળી જશે તો તેણે વધારે સખત મહેનત કરવાની જરૂર નહીં રહે. તેને શાંતિની નોકરી જોઈતી હતી.