કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ વધતા એપલનાં આઈફોનની માંગ અને વેચાણ વધ્યા હતા. એપલની આવક 2021માં 30 ટકા વધીને 365.82 અબજ ડૉલર થઈ હતી. તેનાં શેરનું બજાર મૂલ્ય 3 ટ્રિલિયન ડૉલરથી વધારે હતું.
એપલનાં સીઈઓ ટીમ કૂકની વર્ષ 2021માં કમાણી તેનાં કર્મચારીઓની સરેરાશ આવક કરતા 1,447 ગણી વધારે હતી. આઈફોનનું ઉત્પાદન કરતી કંપનીનાં સીઈઓ ટીમ કૂકની કુલ આવક વર્ષ 2021માં 100 મિલિયન ડૉલરની આસપાસ હતી જ્યારે એપલનાં કર્મચારીની સરેરાશ આવક 68,254 ડૉલર હતી. ભરતીની પ્રોસેસ તેમજ વળતરમાં ફેરફારને કારણે નવા મધ્યમ કેટેગરીના કર્મચારીઓની આવક સાથે આ સરખામણી કરાઈ હતી. 2020માં આવા કર્મચારીની સરેરાશ આવક 57,783 ડૉલર હતી જ્યારે કૂકનું વેતન 256 ગણું વધારે હતું.
કૂકની આવક ત્રણ મિલિયન ડૉલર
ટીમ કૂકે શેર્સ અને અન્ય લાભો સહિત 10 કરોડ ડોલરની નજીકનું વેતન પ્રાપ્ત કર્યું હતું. કૂકનું વેતન 30 લાખ ડોલર જળવાયું હતું. જોકે તે ઉપરાંત તેણે 8.23 કરોડના સ્ટોક્સ, 2.1 કરોડનું ઇન્સેન્ટિવ અને 14 કરોડ ડોલર એર ટ્રાવેલ માટે મેળવ્યાં હતાં. 2020માં કંપનીનું સરેરાશ વેતન 57,783 ડોલર હતું અને ટીમ કૂકનો પે રેશિયો 256 ગણો હતો. આમ 2021માં તેમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. છેલ્લા બે વર્ષોમાં આઈફોન ઉત્પાદકને તેની પ્રોડક્ટ્સ અને સર્વિસિસની ઊંચી માગને કારણે લાભ થયો છે.
કૂકે ઓગસ્ટ 2011માં એપલનું સૂકાન સંભાળ્યું હતું. કંપનીનાં સહસ્થાપક સ્ટિવ જોબ્સે હોદ્દો છોડયા પછી કૂકે સત્તા સંભાળી હતી. કૂકનાં કારોબારમાં એપલનાં શેરનાં ભાવમાં 1,000 ટકાનો ઉછાળો આવ્યો હતો. 2021માં એપલની આવક 30 ટકા વધી 365.82 અબજ ડોલર પર રહી હતી. જેની પાછળ કંપનીએ ટૂંકાગાળા માટે 3 ટ્રિલિયન ડોલરના માર્કેટ–કેપનું સ્તર પાર કર્યું હતું. ટીમ કૂકે 2011માં કંપનીના સીઈઓ તરીકે કામગીરી સંભાળી હતી. જ્યારથી કંપનીના શેરમાં 1,000 ટકાનો ઉછાળો નોંધાયો છે. એપલનું માર્કેટ કેપિટલાઈઝેશન વિશ્વના અનેક દેશોની જીડીપી કરતાં પણ વધુ નોંધાયું છે. ભારતની જીડીપી કરતાં પણ એપલનું માર્કેટકેપ વધી ગયું છે. જો કે ભારતમાં તેના કોન્ટ્રાક્ટરના પ્લાન્ટમાં ગેરરીતિ મામલે હાલમાં વિવાદ થયો છે.