બોલીવુડ સ્ટાર સલમાન ખાન પોતાના 56માં જન્મદિવસના એક દિવસ પહેલા જ અકસ્માતનો શિકાર બન્યો હતો. સલમાન ખાનને સાપ કરડ્યો છે. જે બાદ સલમાન ખાનને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પનવેલ ફાર્મ હાઉસ પર સાપ કરડ્યો હતો. જો કે, સારા સમાચાર એ છે કે અભિનેતા સ્વસ્થ થઈ ગયો છે અને ઘરે પાછો ફર્યો છે. જે બાદ તેના પિતા સલીમ ખાને એક ઈન્ટરવ્યુમાં આ ઘટના વિશે વાત કરી છે.
સલમાન ખાનના પિતા સલીમ ખાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમના ફેન્સને કહ્યું હતું કે અભિનેતા હવે ‘સંપૂર્ણ રીતે ઠીક’ છે. મીડિયા સાથે વાત કરતા સલીમ ખાને કહ્યું કે ચિંતા કરવા જેવું કંઈ નથી. આ બધું વહેલી સવારે થયું હતું, પરંતુ હવે તે ઠીક છે. ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી છે. પરંતુ તે સંપૂર્ણપણે ઠીક છે.
તમને જણાવી દઈએ કે રવિવારે સવારે માહિતી મળી હતી કે, ‘ગઈ રાત્રે સલમાનને સાપ કરડ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. છ કલાક બાદ તેને રજા આપવામાં આવી હતી. તે ઘરે પાછો ફર્યો છે અને ઠીક છે. જણાવી દઈએ કે અભિનેતા હવે તેના ફાર્મહાઉસ પર પાછો ફર્યા છે.