પંજાબમાં કોંગ્રેસનું સંકટ વધી ગયુ છે. નવજોત સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેબિનેટ બેઠક યોજી છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોંગ્રેસ હાઇકમાન્ડ સિદ્ધુના વલણથી નારાજ છે અને નેતૃત્વ મુદ્દે અઘરા નિર્ણયો લઇ શકે છે. પાર્ટીએ સિદ્ધુને મુખ્યમંત્રી ચન્નીને સમજાવવાની જવાબદારી સોંપી છે.
આ દરમિયાન પાર્ટીના પંજાબ પ્રભારી હરીશ રાવતને ચંદીગઢમાં રોકવામાં આવ્યા છે. પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાવત ચંડીગઢ જશે નહીં. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પાર્ટી હાઈકમાન્ડે હજુ સુધી સિદ્ધુ સાથે વાત કરી નથી અને તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.
No personal rivalry with anyone; 17 years of my political career has been for a purpose, to make difference, to take a stand and to make people's lives better. This is my only religion...: Navjot Singh Sidhu who resigned as Punjab Congress chief, yesterday. pic.twitter.com/iayvezzHyX
— ANI (@ANI) September 29, 2021
પાર્ટી સિદ્ધુને સમય આપવા માંગે છે. પરંતુ જો તેઓ તૈયાર ન હોય તો પાર્ટી કડક નિર્ણય પણ લઈ શકે છે. તેમજ તે મંત્રીઓ સામે પાર્ટી કાર્યવાહી કરશે જેઓ મુખ્યમંત્રી ચન્ની દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર રહેશે નહી.
સિદ્ધુએ મંગળવારે કોંગ્રેસના પંજાબના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. રાજ્યમાં સિદ્ધુ ઉપરાંત અન્ય કેટલાક લોકોના રાજીનામાને કારણે વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા પાર્ટીમાં નવું સંકટ ઉભુ થયું છે. સિદ્ધુના રાજીનામાના કલાકો બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વ હેઠળ 18 સભ્યોના મંત્રીમંડળમાં સમાવેશ નવા મંત્રીમંડળના રઝિયા સુલ્તાનાએ ભૂતપૂર્વ ક્રિકેટર સાથે એકતા દર્શાવતા રાજીનામું આપ્યું હતું.
કેપ્ટને કર્યો કટાક્ષ
કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળવારે પાર્ટીના નેતૃત્વ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સિદ્ધુ સ્થિર વ્યક્તિ નથી. સરહદી રાજ્ય પંજાબ માટે નવજોત સિંહ સિદ્ધુ યોગ્ય નથી.