આપણાં શિયાળુ ફળોમાં ‘જામફળ’ એક સુલભ, સસ્તું અને લોકપ્રિય ફળ છે. મૂળ તો જામફળ મધ્ય તથા દક્ષિણ અમેરિકાનું વતની ગણાય છે. અને પોર્ટુગીઝ લોકો તેને ભારતમાં લાવ્યા એવું કહેવાય છે. જામફળના ગુણો અને સ્વાદને જોઈને આપણે એ પરદેશી ફળને સ્વીકાર્યું અને હવે તે ભારતમાં સર્વત્ર થાય છે. વાડીઓમાં પણ તેનો વ્યવસ્થિત ઉછેર કરવામાં આવે છે. આ વખતે શિયાળાના આ શક્તિદાયક ફળના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વાચકો સમક્ષ રજૂ કરું છું.
૯૯% લોકો ને નથી ખબર આ ફ્રુટ વિશે. સ્વસ્થ સંબંધી ફાયદા જાણો!
ગુણધર્મો
જામફળનાં નાના કદનાં ઝાડ, કે જેને આપણે જામફળી કહીએ છીએ. અલાહાબાદ, બનારસ અને મિરજપુરમાં તથા ગુજરાતમાં વડોદરા, ધોળકા, પાદરા તથા મહુવામાં ઘણાં થાય છે. જામફળીને ભાદરવા-આસો મહિનામાં ફૂલો આવે છે અને પછી તેને જામફળ બેસે છે.
જામફળ બે જાતનાં (1) સફેદ ગર્ભવાળા અને (2) લાલ-ગુલાબી ગર્ભવાળા જોવા મળે છે. જેમાંથી સફેદ જાતનાં વધારે મીઠાં હોય છે.
આ કારણોના લીધે મહિલાઓ માં બ્રેસ્ટ કેન્સરના કેસ વધ્યા છે
પાકાં જામફળ સ્વાદમાં ખટમીઠાં અને તૂરાં, ઠંડાં, કફ અને વીર્યને વધારનાર, આહાર પર રુચિ ઉપજાવનાર, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક અને ‘હદ્ય’ એટલે કે હૃદય માટે હિતકારી છે. જામફળ થાક, ચક્કર, મૂર્છા, કૃમિ, ગાંડપણ, શોષ-સૂકવા, દાહ-બળતરા તથા ગરમીનાં તમામ દર્દોમાં હિતકારી અને કબજિયાતનાશક છે. તેનાં બીજ કબજિયાત કરનાર છે.
જામફળમાં પ્રોટીન, ફેટ-ચરબી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, વિટામિન-એ થોડી માત્રામાં અને વિટામિન સી અને બી પૂરતા પ્રમાણમાં રહેલા છે. તેમાંથી પોટેશિયમ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
ઉપયોગો
જામફળમાં પિત્તનું શમન કરવાનો ગુણ હોવાથી તે ખૂબ જ ઉપયોગી ફળ છે. પિત્તની અધિકતાને લીધે હાથ-પગનાં તળિયાં બળતાં હોય કે પેટમાં દાહ-બળતરા થતી હોય તો જામફળનાં બીજ કાઢી નાંખી, પીસીને તેમાં ગુલાબજળ અને સાકર મેળવીને પીવાથી પિત્તનો પ્રકોપ શાંત થાય છે.
જામફળ મીઠાં હોય છે, એટલાં શક્તિદાયક પણ હોય છે. જામફળ સાત્ત્વિક અને મેધ્ય-બુદ્ધિવર્ધક હોવાથી વિદ્યાર્થીઓ અને માનસિક શ્રામ કરનારા અને બુદ્ધિજીવીઓએ ખાવા જેવાં છે. વળી જામફળ રેચક છે, એટલે કબજિયાતના દર્દથી કાયમ પીડાનારા લોકો માટે તે આશીર્વાદસમાન છે. કબજિયાતમાં વચ્ચેથી બીજ કાઢીને બાકીનું જામફળ છાલ સાથે ખાવું.
કાચું જામફળ એ આધાશીશી-માઈગ્રેનમાં ઉત્તમ પરિણામ આપે છે. લીલા કાચા જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસીને સવારે કપાળ પર જ્યાં દુખાવો થતો હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટે છે. એક દિવસમાં જો પૂરેપૂરો ફાયદો ન થાય તો બીજા દિવસે સવારે ફરીથી લેપ કરવો અને સવારે એક કે બે પાકાં જામફળ ખાવાં.
કેટલાક લોકો સવારે ખાલી પેટે જામફળ ખાતા હોય છે. જેમને એ રીતે જામફળ ખાવાની ટેવ-અભ્યાસ હોય તેમને તથા પિત્ત પ્રકૃતિવાળાઓને એ રીતે જામફળ ખાવાથી કંઈ નુકસાન થતું નથી, પરંતુ કફ પ્રકૃતિવાળાઓને અને સવારે જામફળ ખાવાનો અભ્યાસ ન હોય તેમને શરદી થઈ અને સાધારણ તાવ આવી જતો હોય છે. જામફળ ખાવા માટેનો સારામાં સારો સમય તો બપોરના ભોજન પછીનો છે. બપોરનું ભોજન લીધા બાદ એકથી બે કલાકે એકાદ જામફળ ખાવું જોઈએ. તેનાથી શરીરને જરૂરી પોષકતત્ત્વો મળી રહે છે.