2016ની સાલમાં સર્જીકલ સ્ટ્રાઇકના કર્તા-હર્તામાંથી એક રહેલા લેફ્ટિનેંટ જનરલ દીપેંદર સિંહ હુડ્ડા (રિટાયર્ડ)ની એક ટ્વીટ શનિવારના રોજ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે ટ્વટી કરીને કહ્યું કે પીએમ મોદીનો ફોન આવ્યો હતો. આ ફોન કોલ અંગે માહિતી આપતા લો. જનરલ હુડ્ડાએ કહ્યું કે પીએમ મોદીનો આ કોલ અમારી બેહનની બીમારીથી સંબંધિત છે. બહેન બ્રેસ્ટ કેન્સરથી ઝઝૂમી રહ્યા છે. લે.જનરલ હુડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ તેમને વિશ્વાસ અપાવ્યો છે કે તેમની બહેનની સારવારના કામમાં આવનાર દવાને મંજૂરી આપવાની અને ખરીદીની પ્રક્રિયામાં ઝડપ લવાશે.
આપને જણાવી દઇએ કે લે.જનરલ હુડ્ડાના બહેન સુષ્મા હુડ્ડાએ પીએમ મોદીને પત્ર લખીને તેમની પાસેથી કેન્સરની નવી દવાને ભારતમાં મંજૂરી આપવાની માંગણી કરી હતી. તેમણે ટ્વીટર પર પત્રને શેર કર્યો હતો.
દીપેંદર સિંહે આ સુષ્મા હુડ્ડાના આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે જો ભારત સરકાર આ નવી દવાને મંજૂરી આપે છે તો તેમના બહેન જેવા કેન્સરના કેટલાંય દર્દીઓની જિંદગીને એક આશાનું કિરણ મળી શકે છે. તેમણે તેમની ટ્વીટને પ્રધાનમંત્રી કાર્યાલય અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કરતાં ટ્વીટ કરી. હું આ ટ્વીટની શરૂઆત એ સ્વીકાર કરતાં કરું છું કે મારા અંગત હિતમાં છે, સુષ્મા હુડ્ડા મારા બહેન છે, તેઓ કેટલાંય વર્ષોથી કેન્સરના દર્દી છે અને તેને લઇ આશા રાખવી મુશ્કેલ થઇ રહી છે, જો ખાનગી ભાવનાઓને અલગ રાખીએ તો આ નવી દવાને મંજૂરી આપવાથી તેમના જેવા કેટલાંય લોકોને જીવન માટે સંઘર્ષ કરવાનો મોકો મળી શકે છે.
3.21 PM પર ડીએસ હુડ્ડાની બહેનની ટ્વીટ
શનિવાર બપોર પછી લગભગ સવા ત્રણ વાગ્યે સુષ્મા હુડ્ડાએ ટ્વીટ કરી કે તેમને મોટી આશાની સાથે આ કેસમાં પીએમને અપીલ કરી છે કે Trodelvy દવાને ભારતના બજાર માટે મંજૂરી આપવામાં આવે. તેમણે લખ્યું કે આ દવાથી કેટલાંય લોકોને નવી જિંદગી મળી શકે છે.
3.53 PM પર લે.જનરલ ડીએસ હુડ્ડાએ અપીલ કરી
પોતાની બહેનની આ ટ્વીટ પર લે.જનરલ હુડ્ડાએ પીએમ મોદીને દખલની અપીલ કરી. ભારત સરકાર Trodelvy દવાને મંજૂરી આપે છે તો તેનાથી કેટલાંય દર્દીઓનું ભલું થશે.
An appeal to the Prime Minister Shri Narendra Modi as a cancer patient and an Army Veteran’s wife @PMO_NaMo @PMOIndia @mansukhmandviya @OfficeOf_MM @adgpi @LtGenHooda pic.twitter.com/RCCfMnSIPi
— Sushma Hooda (@SushmaHooda) December 18, 2021
આપને જણાવી દઇએ કે Trodelvyને અમેરિકામાં મંજૂરી મળી ચૂકી છે. યુએસ એફડીએએ એપ્રિલ 2021માં Trodelvy નામની એક નવી દવાનું ટેસ્ટિંગ કર્યું છે અને તેને સારવાર માટે મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ યુરોપિયન મેડિસિન એજન્સીએ પણ નવેમ્બર 2021માં આ દવાને મંજૂરી આપી દીધી છે.
6.46 PM પર પીએમ મોદીનો કોલ આવ્યાની માહિતી
લે.જનરલ હુડ્ડાની આ ટ્વીટ તરત પીએમઓના ધ્યાનમાં આવી. સાંજે પોણા સાત વાગ્યે લે.જનરલ હુડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું કે તેમને પીએમ મોદીનો ફોન આવ્���ો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ તેમના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેના પર ધ્યાન રાખવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. લે.જનરલ હુડ્ડાએ ટ્વીટ કરી કે પીએમઓમાંથી એક કોલ આવ્યો, મેં પીએમ સાથે વાત કરી તેમણે આખા કેસ પર ચિંતા વ્યકત કરી છે. તેમનો ફોન આવવા પર વિનમ્ર અને સમ્માનિત મહેસૂસ કરી રહ્યો છું. પીએમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ મામલે વિચાર કરાશે. એક ભારતીય હોવા પર ગર્વ છે અને પ્રધાનમંત્રીના વ્યક્તિગત હસ્તક્ષેપ પર પણ ગર્વ છે. જય હિંદ.
સર્જીકલ સ્ટ્રાઇક દરમ્યાન ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાંડિંગ-ઇન-ચીફ
આપને જણાવી દઇએ કે જ્યારે 2016માં સર્જીકલ સ્ટ્રાઇક થઇ હતી ત્યારે લેફ્ટિનેંટ જનરલ હુડ્ડા ભારતીય સેનાના ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાંડિંગ-ઇન-ચીફ હતા. ત્યારબાદ રિટાયર થવા પર 2019માં તેમણે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર એક વિઝન પેપર તૈયાર કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા રચવામાં આવેલ એક ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કર્યું હતું.