રોજબરોજના વ્યવહારો કરતી વખતે એક નાનકડી ચુક થવાથી મહેનતની કમાણીથી હાથ ધોવાનો વારો આવે છે આવુ ન થાય તે માટે RBI અવારનવાર નોટીફીકેશ આપી ગ્રાહકોને એલર્ટ કરે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફરી એક વખત ગ્રાહકોને ચેતવણી આપી છે. કેન્દ્રીય બેંકે ગ્રાહકોને છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહેવા જણાવ્યું છે. ઉપરાંત, તમારી વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર કરવાની સ્પષ્ટ ના કહી છે. આ પહેલા પણ આરબીઆઈએ ગ્રાહકોને જૂની નોટો અને સિક્કાઓના વેચાણ અંગે ચેતવણી આપી હતી.
RBIએ આ નંબરો શેર કરવાનો ઈન્કાર કર્યો
RBI એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ગ્રાહકોને કહ્યું કે, ‘તમારી બેંક વિગતો જેમ કે PIN નંબર, CVV, OTP કોઈની સાથે શેર કરશો નહીં.
.@RBI Kehta Hai.. Stay Alert!
— RBI Says (@RBIsays) August 12, 2021
Do not share your bank details such as PIN, CVV, OTP with anybody posing as RBI or bank representatives. #BeAware #BeSecure#rbikehtahai #StaySafehttps://t.co/mKPAIp5rA3 pic.twitter.com/EJVIswssxz
શું તમે આ નંબર કોઈની સાથે શેર કર્યા છે?
સાવચેત રહો, આરબીઆઈએ એલર્ટ જારી કર્યું છે. RBI એ ચેતવણી જારી કરી એકવાર લોકોને કોઈની સાથે ચોક્કસ નંબર શેર ન કરવા પર એલર્ટ કર્યા છે. નહિંતર તમે મોટી છેતરપિંડીનો શિકાર બની શકો છો.
આ રીતે થાય છેતરપિંડી
સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા માટે બેંક અથવા નાણાકીય કંપનીના નંબર મેળવે છે. જે બાદ આરોપી આ નંબર ટ્રેક કરે છે અથવા અન્ય કોઇ અરજી પર બેંક કે નાણાકીય કંપનીના નામે નોંધાવે છે. આવી સ્થિતિમાં, જો તમે ટ્રકોલરની મદદથી કોઈ બેંક અથવા નાણાકીય કંપનીને ફોન કરો છો, તો ઘણી વખત આ ફોન સાયબર ક્રિમિનલ પાસે જાય છે અને તેઓ તમારી પાસેથી તમારી બધી માહિતી મેળવે છે અને સાયબર ક્રાઈમ કરે છે.તમારી તમામ માહિતી તેમની પાસે સરળતાથી આવી જાય છે.
કોઇ અજાણ્યા નંબર પર આવતા ફોન પર તમામ માહિતી શેર ન કરો. બેંક ક્યારેય તમારી પાસે PIN નંબર, CVV, OTP નંબર માંગતુ જ નથી આ માહિતી ખુબજ ગુપ્ત હોય છે આથી આ માહિતી કોઇની સાથે ન શેર કરો.