અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટમાં લાગી ભીષણ આગ હતી. શહેરમાં સાબરમતી મેટ્રો સ્ટેશનની કન્સ્ટ્રકશન સાઈટ પર આગ દુર્ઘટના બનવા પામી હતી. સાબરમતીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનમાં વેલ્ડીગ કરતા આગ દુર્ઘટના બનવા પામી.આગ એટલી ભયંકર હતી કે 1 નહીં 2 નહીં પરંતુ 14 ફાયર બ્રિગેડની ટોમો બોલાવી પડી.
ભીષણ આગ દુર્ઘટના
શહેરમાં વધુ એક ભીષણ આગ દુર્ઘટના સામે આવી. અમદાવાદમાં મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પરની આગ એટલી ભયંકર હતી કે 14 ફાયર ફાયટરની ટીમો કામમાં લાગી. શહેરમા અનેક વિસ્તારોમાં એપાર્ટમેન્ટ અને ફલેટનું રિવડેવલપેન્ટ થઈ રહ્યું છે તો કયાંક નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં બ્રિજની કામગીરી થઈ રહી છે. દરમ્યાન સાબરમતી મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રકશન સાઈટ પર અચાનક આગ લાગી હતી. અને આ સાઈટ પર લાકડાનો સામાન વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને પગલે ફાયરબ્રિગડને કોલ કરાયો. પરંતુ આગ વધુ ભીષણ બનતાં 2 અને 5 થી વધુ ફાયર બ્રિગેડનો કાફલો બોલાવો પડ્યો. ભારે મથામણ બાદ 14 ફાયર બ્રિગેડની ટીમોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની દુર્ઘટનામાં ના થઈ જાનહાનિ
અગાઉ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે એક દુકાનમાં આગની દુર્ઘટના બની હતી. આ દુકાનમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે સ્થાનિકોએ જલદી આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી. જયારે શહેરમાં વટવા GIDCમાં ભીષણ આગ દુર્ઘટના બની હતી. GIDCમાં જેક્શન કંપનીમાં આગથી દોડધામ મચી હતી. GIDCના વટવા ફેઝ-2માં આગ લાગતા લોકો નાસભાગ કરવા લાગ્યા. GIDCના વટવા ફેઝ-2 કલર બનાવવાના કેમિકલમાં આગ દુર્ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. બંને આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. હાલમાં પણ સાબરમતી મેટ્રો સ્ટેશન પાસેની કન્સ્ટ્રકશન સાઈટ પર ભીષણ આગ દુર્ઘટના બની. 14 ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવી લેતા જાનહાનિ ટળી.