કલોલમાં કોરોના નિયમના ધજાગરા ઉડ્યા છે. જેમાં કોંગ્રેસના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ વિસરાયું છે. તેમાં ઠાકોર ભવનના ખાતમુહૂર્તમાં કોરોનાના નિયમો વિસરાયા છે. તેમજ યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. જેમાં નેતાઓ જ કોરોના નિયમો તોડી રહ્યાં છે. અને જાહેરમાં ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા છે.
કોરોનાને પ્રોત્સાહિત કરી વધુ વકરવા માર્ગ મોકળો
ગુજરાતમાં કોરોનાના નિયમો જાણે નેતાઓ માટે ના હોય એવું લાગે છે. તેમાં કલોલમાં કોરોના નિયમના ધજાગરા ઉડતા કેમેરામાં કેદ થયા છે. જેમાં કોંગ્રેસનો કાર્યક્રમ હતો. તેમા નેતાઓ હાજર હતા. અને માસ્કનો અભાવ હતો. તથા સોશિયલ ડિસ્ટન્સ અહીં વિસરાયું હતું. એક તરફ કોરોનાએ મો ફાડતા કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. તો બીજી બાજુ આવા કાર્યક્રમો જાણે કોરોનાને પ્રોત્સાહિત કરી વધુ વકરવા માર્ગ મોકળો કરતા હોય એવું લાગે છે.
જાહેરમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવતા આ નેતાઓને અને આ પબ્લિકને જાણે કોરોનાનો ભય જ ના હોય એવું લાગે છે. પરંતુ અહીંએ પણ કહેવું જરૂરી છે કે જો તમે વેક્સિન લઇ લીધી હોય અને તમે હવે સુરક્ષિત છો એવું માનતા હોય તો એ પણ જાણવું જરૂરી છે કે કોરોના વેક્સિન લીધી હોય તેઓને પણ થાય છે.
ભરૂચમાં પણ નેતાએ કોરોના નિયમ તોડ્યા તો ફરિયાદ થઇ
ભરૂચમાં નેતાના ડાન્સ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં LJP નેતા સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ થઇ છે. તેમાં કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. તેમાં અબ્દુલ કામઠીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પાલેજ પોલીસ જાતે ફરિયાદી બની છે. જેમાં 500નું ટોળું ભેગું કરવા અને કોરોના ગાઈડ લાઈનનું પાલન ના કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.
લોક જનસત્તા પાર્ટીના નેતા છે અબ્દુલ કામઠી
ભરૂચના સામાજિક કાર્યકર્તા અને રાજનેતા અબ્દુલ કામઠીનો કથિત વીડિયો વાયરલ થયો છે. જેમાં ડાન્સર સાથે પૈસા ઉડાવતા વીડિયો વાયરલ થયો છે. તેમાં લોક જનસત્તા પાર્ટીના નેતા અબ્દુલ કામઠીએ આવી હરકતો કરતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે.