સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે..ત્યારે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના કર્મચારીઓએ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં 15,૦૦૦ફૂટની ઊંચાઈએ ભારતના 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. અને કાતિલ ઠંડીમાં પરેડ કરી ત્રિરંગો લહેરાવી સલામી આપી.
હિમવીર જવાનોએ લદ્દાખમાં -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી અને સમગ્ર દેશવાસીઓને શુભકામના પાઠવી.
આ સિવાય પણ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ‘હિમવીર’ ઉત્તરાખંડના ઔલી ખાતે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 11,000 ફૂટની ઊંચાઈએ 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.