બુધવારે તમિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે.
હેલિકોપ્ટર ક્રેશ પહેલાનો વિડીયો સામે આવ્યો
ભારતીય વાયુસેનાનું એક Mi-17 હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું, જેમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને આઘાતમાં મૂકી દીધો છે, અકસ્માત પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટરની ઝલક જોવા મળી રહી છે. જેમાં હેલિકોપ્ટરનું ‘બ્લેક બોક્સ’ પણ મળી આવ્યું છે.
‘બ્લેક બોક્સ’માંથી મહત્વપૂર્ણ માહિતી મળશે
Mi-17 ક્રેશ બાદ હેલિકોપ્ટરનું ફ્લાઇટ રેકોર્ડર એટલે કે ‘બ્લેક બોક્સ’ મળી આવ્યું છે. દુર્ઘટના સ્થળથી એક કિલોમીટર દુરથી આ બ્લેક બોક્સની મળી આવ્યું હતું. બ્લેક બોક્સથી દુર્ઘટના પહેલાની ઘટનાઓ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળી શકશે.
દુર્ઘટના સમયે સ્થાનિક લોકો હતા હાજર
જ્યારે કુન્નૂરમાં આ ઘટના બની ત્યારે ત્યાં સ્થાનિક લોકો હાજર હતા. વીડિયોમાં હેલિકોપ્ટરનો અવાજ સાંભળીને લોકો તે તરફ ભાગતા જોઈ શકાય છે. એરફોર્સના હેલિકોપ્ટર Mi-17માં CDS જનરલ બિપિન રાવતની સાથે 13 અન્ય અધિકારીઓ પણ હાજર હતા. આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિનું નામ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ છે, જે હાલમાં સારવાર હેઠળ છે. શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણ માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યું છે.
ઘાયલ બિપિન રાવતે પોતાનું નામ જણાવ્યું હતું
અકસ્માત સાથે સંબંધિત અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બચાવકર્મીઓ ચાદરમાં લપેટાયેલા એક વ્યક્તિને લઈ જતા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘાયલ વ્યક્તિ જનરલ રાવત છે. એક બચાવ કાર્યકરે જણાવ્યું હતું કે, તેમણે ધીમા અવાજમાં હિન્દી��ાં વાત કરી પોતાનું નામ કહ્યું હતું. જનરલ રાવતને શરીરના નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.