ઉત્તરાખંડ(Uttrakhand)માં ગરુડચટ્ટી બાદ હવે અરુણાચલ પ્રદેશમાંથી હેલિકોપ્ટર ક્રેશ(Helicopter Crash)ના મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અરુણાચલના સિયાંગ (Siang of Arunachal)જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. પ્લેન ક્રેશની આ ઘટના ગરુડચટ્ટીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના ત્રણ દિવસ પછી બની છે, જ્યાં પાઇલટ સહિત સાત લોકો માર્યા ગયા હતા. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું હતું કે અપર સિયાંગ જિલ્લામાં તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
અરુણાચલ પ્રદેશમાં ભૂતકાળમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ બની છે. આ મહિને 5 ઓક્ટોબરે તવાંગ વિસ્તારમાં સેનાનું અન્ય એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ વિસ્તાર ચીન સરહદની નજીક છે. આ ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટનું મોત થયું હતું. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના રૂટિન ફ્લાઈટ દરમિયાન સવારે 10 વાગ્યે બની હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ છે. સેનાએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું નથી. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.
Itanagar, Arunachal Pradesh | A military chopper crashed near singging village, 25 kms away from the Tuting headquarters in the Upper Siang district today. Site of accident not connected by road, rescue team sent. Further details awaited: Defence PRO, Guwahati pic.twitter.com/G2y7aEjQmT
— ANI (@ANI) October 21, 2022
છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટનાઓમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશમાં 2010થી અત્યાર સુધીમાં લગભગ 6 હેલિકોપ્ટર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે.