જાપાનની ટ્રેન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તેના ચોક્કસ સમય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ટ્રેનો મોડી પડવી તે ખૂબ જ દુર્લભ છે. ટ્રેન એક મિનિટ પણ મોડી જાપાનમાં હેડલાઇન્સ બની જાય છે. આવી સ્થિતિમાં જ્યારે ડ્રાઇવરની ભૂલને કારણે એક ટ્રેન માંડ એક મિનિટ મોડી પડી ત્યારે તેના પગારમાંથી 56 પાઉન્ડ (લગભગ સાડા 5 હજાર) કાપવાનો આદેશ આપવામાં આવ્યો.
આ આદેશ વિરુદ્ધ ટ્રેન ડ્રાઈવરે કોર્ટમાં જઈને 14,300 પાઉન્ડ એટલે કે 14 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. હવે અન્ય લોકો પણ આ ડ્રાઈવરના સમર્થનમાં આવ્યા છે. આવો જાણીએ સમગ્ર મામલો.
લો બોલો! ટ્રેન 1 મિનિટ મોડી પહોંચી, ડ્રાઇવરનો કપાઇ ગયો પગાર
ટ્રેન એક મિનિટ મોડી પડે તો કંપનીએ પગાર કાપી નાખ્યો!
‘ડેઇલી મેઇલ’ના અહેવાલ મુજબ ડ્રાઇવર ગયા વર્ષે 18 જૂનના રોજ ઓકાયામા સ્ટેશનથી ખાલી ટ્રેન માટે રવાના થયો હતો. આ દરમિયાન અચાનક તેને પેટમાં દુ:ખાવો થયો અને પછી તે બાથરૂમમાં ગયો. તેણે તેના જુનિયર ડ્રાઈવરને ચાર્જ સોંપ્યો, પરંતુ તેણે ટ્રેનને ખોટા પ્લેટફોર્મ પર હંકારી. જેના કારણે ટ્રેન એક મિનિટ મોડી પડી હતી. એટલે કે ટ્રેનના ઉપડવા અને આવવા બંનેમાં એક-એક મિનિટનો વિલંબ થયો હતો. જેના કારણે વેસ્ટ જાપાન રેલવે કંપનીએ તેના જુલાઈના પગારમાં 5,600 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ડ્રાઈવર લેબર કોર્ટમાં પહોંચ્યો
કંપનીએ બે મિનિટના વિલંબ માટે પગાર કપાતને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન “કોઈ મજૂરી કરવામાં આવી નથી”. આ નિર્ણય સામે ડ્રાઈવર ઓકાયમા લેબર સ્ટાન્ડર્ડ ઈન્સ્પેક્શન ઓફિસે પહોંચ્યો હતો. જ્યાં કંપનીએ ટ્રેનનો વિલંબનો સમય બે મિનિટથી ઘટાડીને એક મિનિટ કર્યો અને દંડ ઘટાડીને 28 પાઉન્ડ કર્યો. પરંતુ ડ્રાઇવરે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ટ્રેનના વિલંબને કારણે સમયપત્રકમાં કોઈ વિક્ષેપ થયો નથી.
કેસ દાખલ કર્યો
ત્યારપછી ટ્રેન ડ્રાઈવરે આ કેસને ઓકાયામા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લઈ જવાનું નક્કી કર્યું. તેણે એક મિનિટના વિલંબ માટે તેના પર લાદવામાં આવેલા દંડ સામે વળતરની માંગણી કરી. પોતાની ઇમેજ, ઓવરટાઇમ કાપ, માનસિક કષ્ટ, નોકરીની મુશ્કેલીઓ વગેરેનો ઉલ્લેખ કરીને તેણે કંપની પાસેથી 14 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી.
જો કે, કંપનીએ પગાર કાપ પાછળનું કારણ પોતાનું ‘કામ નહીં, પગાર નહીં સિદ્ધાંત’નો હવાલો આપ્યો. બીજી તરફ ડ્રાઈવરે કંપની પર “માનવ ભૂલ માટે “પ્રતિબંધ” તરીકે પગાર કાપનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે નાની ભૂલને કરારનો ભંગ ન ગણવો જોઈએ. હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
બીજી તરફ જાપાનમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ડ્રાઈવરનો પક્ષ લીધો હતો. એક યુઝરે લખ્યું- ‘દરેક વ્યક્તિ ભૂલ કરે છે.’ તો બીજા યુઝરે કહ્યું- ‘સેલેરી કાપવી જોઈએ નહીં સિવાય કે તે મોટી વાત હોય.’ એકે કહ્યું કે જો આ સામાન્ય થઈ જશે, તો ભૂલોને કારણે વેતન કાપ અન્ય ક્ષેત્રોમાં પણ ફેલાઈ જશે.