હિજાબ વિવાદ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. ત્યારે કર્ણાટકની એક કોલેજનો (Karnataka College)વીડિયો સામે આવ્યો છે. જ્યાં મુ્સ્કાન નામની યુવતી હિજાબ પહેરીને કોલેજ આવે છે.આ યુવતી પાછળ ભીડ પડે છે. કેટલાક લોકો છોકરીની સામે ‘જય શ્રી રામ’ નારા લગાવે છે, તો યુવતી ડર્યા વગર ‘અલ્લાહુ અકબર’ ના નારા લગાવી જવાબ આપે છે. આ યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમગ્ર મામલો કર્ણાટકના માંડ્યાનો છે.
હિજાબ પહેરેલી યુવતી કોણ છે જેની થઇ રહી છે ચર્ચા?
ભગવા પહેરીને વિરોધ અને પ્રદર્શન કરનારા ટોળાની સામે ઉભી રહેનારી આ યુવતીનું નામ છે મુસ્કાન ખાન. મુસ્કાન પીઇએસ કોલેજમાં બીકોમ સેકન્ડ ઇયરમાં અભ્યાસ કરે છે. મુસ્કાને જણાવ્યુ કે સ્કુટી પાર્ક કરીને જ્યારે તે કોલેજ તરફ જઇ રહી હતી ત્યારે ટોળાએ તેને ઘેરી લીધી હતી અને ‘જય શ્રી રામ’ નારા લગાવ્યા હતા. મુસ્કાને વિરોધ કરી ‘અલ્લાહુ અકબર’ના જોરશોરથી નારા લગાવ્યા હતા. મુસ્કાને કહ્યુ કે મને બુરખો ઉતારવા કહ્યુ પણ હુ ન માની અને મારા નિર્ભય વર્તનથી અંતે ભીડ ડરી પાછળ રહી હતી હુ કોલેજ પહોંચી ગઇ હતી.
હવે આ વાયરલ વીડિયો પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા આવી છે. ઓવૈસીએ (Asaduddin Owaisi )આ છોકરીના સમર્થનમાં ટ્વીટ કર્યું. તેણે વીડિયો પોસ્ટ કરીને સલામી પણ આપી હતી. કહ્યું- હું છોકરીના માતા-પિતાને સલામ કરું છું. આ છોકરીએ એક દાખલો બેસાડ્યો છે.
તેણે પોતાના વીડિયોમાં કહ્યું છે કે ડરવાથી અને રોકાવાથી કંઈ મળશે નહીં. તે છોકરીએ ઘણા નબળા લોકોને સંદેશો આપ્યો છે. તેમ ઓવૈસીએ જણાવ્યું હતું યુવતીએ જે કામ કર્યું તે ખૂબ જ હિંમતનું કામ હતું. યુવતીએ એક ઉદાહરણ પુરવાર કર્યું છે.
ઓવૈસીએ પોતાના એક ટ્વિટમાં કર્ણાટકની મુસ્લિમ યુવતીની પ્રશંસા કરી છે. તેણે પોતાના એક ટ્વીટમાં લખ્યું છે કે મુસ્લિમ યુવતીઓએ હિન્દુત્વવાદી ટોળા સામે હિંમત બતાવી. તમારા બંધારણીય અધિકારોને યોગ્ય રીતે બતાવો. જે બન્યું તેમાં રાજ્ય સામેલ છે. ત્યાં જ તેના ટ્વિટમાં તેમણે વડાપ્રધાનને ઘેરવાનો પણ પ્રયાસ કરતા કહ્યું કે વડાપ્રધાન સંસદમાં બે વખત બોલ્યા છે. પરંતુ એક વખત પણ તેમણે સંસદમાં કર્ણાટકની સ્થિતિ પર ટિપ્પણી કરી ન હતી. શબ્દો બોલ્યા નહીં. તેનું મૌન શું કહે છે? શું આ તેમનું ‘બેટી બચાવો, બેટી પઢાવો’ છે?
કર્ણાટકમાં, હિજાબ/બુરખાને લઈને ઘણી શાળાઓ અને કોલેજોમાં હંગામો ચાલી રહ્યો છે. એક તરફ મુસ્લિમ છોકરીઓ સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરીને પોતાનો વિરોધ નોંધાવી રહી છે. બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓ કેસરી ખેસ પહેરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તાજેતરમાં જ કર્ણાટક સરકારે Karnataka Education Act-1983ની કલમ 133 લાગુ કરી છે. જેના કારણે હવે તમામ શાળા-કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે.
આ કારણે હવે સરકારી શાળા��� અને કોલેજોમાં નિયત યુનિફોર્મ પહેરવામાં આવશે, ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે. આ વિવાદની શરૂઆત ગયા મહિને જાન્યુઆરીમાં થઈ હતી, જ્યારે ઉડુપીની એક સરકારી કોલેજમાં 6 વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને કોલેજમાં પ્રવેશ લીધો હતો. કોલેજ પ્રશાસને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મનાઈ ફરમાવી દીધી હતી, પરંતુ તેમ છતાં તેઓ હિજાબ પહેરીને જ આવી હતી.