રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ રાધેક્રિશ્ના સોસાયટીનો ફરી વિવાદ વકર્યો છે. ચારેક વર્ષથી ચાલતી માથાકૂટની ચિંગારીમાં ફરી પલીતો ચપાયો હોય તેમ ગત રાત્રે રૂ.80 લાખના મકાનો રૂ. 18 લાખમાં પડાવવા ભુમાંફીયાઓએ પથ્થરમારો કરી વાહનોમાં તોડફેડ કરતા કારખાનેદાર સહીત છને ઈજા થઇ હતી. સામા પક્ષે એટ્રોસિટી, રાયોટીંગ સહિતની કલમો હેઠળ છ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કારખાનેદાર બેભાન હોય સીપીને રજૂઆત કર્યા બાદ ફ્રિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાધેક્રિશ્ના સોસાયટી ખાલી કરાવવા માફિયાઓ મેદાનમાં
રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 20 વર્ષથી રહીએ છીએ આ મકાનમાં ભાવ 80 લાખ હોય જે 18 લાખમાં પડાવી લેવા માંગે છે. ગત રાત્રે દારૂ પી પાંચ લોકોએ પથ્થરમારો કરી વાહનોમાં તોડફેડ કરી હતી. રાત્રે સુવા પણ દેતા નથી એક શખસે એવી ધમકી આપી હતી કે મે પોલીસને કોરા ચેક આપ્યા છે તમારો અતો પતો નહિ રહે. આ સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ બારડ, અમીતાબા, અશોકસિંહ બારડને હોસ્પિટલે ખસેડાયા હતા.
હાલ ફરી ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો
પ્રાથમિક તપાસમાં રાત્રે પડોશી કારખાનેદાર અવિનાશ ધુલેશીયાની કારમાં પથ્થરમારો કર્યો હોય દેકારો થતા બહાર જતા અમારા ઉપર પથ્થરમારો કર્યો હતા. આ અંગે રવી વાઢેરે અવિનાશ ધુલેશીયા, રાજુ ધુલેશીયા, અવિનાશના મમ્મી, દિવ્યરાજસિહ બારડ, અમિતાબા અને અશોકસિહ સામે ફરિયાદ નોંધાવી છે. ડીસીપી મનોહરસિહ જાડેજાએ જણાવ્યું હતું કે પહેલા પણ બંદોબસ્ત રાખ્યો હતો. પરંતુ કોરોનામાં સ્ટાફ્ની ઘટ ઊભી થતા બંદોબસ્ત હટાવાયો હતો. હાલ ફરી ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
મુંજકા પોલીસ સ્ટેશન સાવ ફૂટેલું છે : રહીશ
સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે ભૂમાફ્યિાઓને પોલીસ સાથે અમારી જ સોસાયટીમાં હાથ મિલાવતા અમે જોયા છે મુંજકા પોલીસ સ્ટેશન સાવ ફૂટેલું છે અને જરાય ભરોસો નથી. અમે રાજકોટથી લઇ ગાંધીનગર સુધી અત્યાર સુધીમાં 50 જેટલી અરજીઓ કરી છે, છતાં ન્યાય મળ્યો નથી ફ્રિયાદ કરવા જઈએ તો અમને ખીજાય છે. બહેનો દીકરીઓની છેડતી કરે છે.