10 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. હોળીથી હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક થાય છે. આ વખતે, ત્રિપુષ્કર અને ગજેકસરી યોગ હોલાષ્ટક પર થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હોલાષ્ટકની શરૂઆત 02 માર્ચથી 9 માર્ચ (હોલિકા દહન) દરમિયાન થશે. હોલાષ્ટક દરમિયાન કોઈપણ માંગલિક કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે હોલાષ્ટક પર આ 7 ઉપાય કરો છો, તો તમે તમારા બધા દોષોથી છૂટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ તે ઉકેલો શું છે.
કેમ માનવામાં આવે છે અશુભ હોળાષ્ટકને?
પૌરાણિક માન્યતા અનુસાર હોળીના 8 દિવસ પહેલાં અર્થાત ફાગણ માસની શુક્લ અષ્ટમીથી પ્રકૃતિમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે. એ કારણે કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતા. હોળઆષ્ટકને લઈને પૌરાણિક માન્યતા છે કે દૈત્યરાજ હિરણ્યકશિપુએ ફાગણ સુદ આઠમના રોજ ભક્ત પ્રહલાદને બંદી બનાવી દીધો હતો અને તેને અનેક યાતનાઓ આપી હતી. હોળિકાએ પણ પ્રહલાદને બાળી નાંખવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને ખુદ હોળિકા દહનના દિવસે ભસ્મ થઈ ગઈ જ્યારે તે પછી રંગોત્સવ મનાવવામાં આવશે.
એવી પણ કથા છે કે આ સમયમાં પાનખર ઋતુ હોય છે. સૂકાયેલા વૃક્ષો પ્રકૃત્તિમાં એક અલગ જ દેખાવ ઉભો કરે છે. જ્યારે આ દિવસો દરમિયાન ભગવાન શિવે હોળાષ્ટકના દિવસે કામદેવને ભસ્મ કરી દીધાં હતા. જેને પરિણામે પ્રકૃતિમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી અને લોકોએ તેને પગલે શુભ કાર્ય કરવું બંધ કરી દીધું હતું. હોળીના દિવસે ભગવાન શિવે કામદેવને પાછા જીવિત થવાનું વરદાન આપતા પ્ર્કૃત્તિ સોળે કલાએ ખીલી ઉઠી હતી. તેથી આ આઠ દિવસના ગાળાને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. આ સમય શુભ માનવામાં નથી આવતો.
હોળાષટકની સમાપ્તિ હોળિકા દહન સાથે થઈ જાય છે. પૂનમની સાંજે શુભ મૂહૂર્તમાં હોળિકા દહન કરવામાં આવે છે. તે પછી હોળીની ઝાળ પરથી આવનારું ચોમાસું કેવું જશે તે વિશે અભ્યાસ કરવામાં આવે છે.
મથુરામાં દરેક ઘરમાં 10 દિવસ પહેલાં હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અનેક પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. વૃંદાવનમાં રંગભરીણી એકાદશીની સાથે જ હોળી તહેવારની ઉજવણી શરૂ થઈ જાય છે. એકાદશીના બીજા દિવસે જ કૃષ્ણ તેમજ રાધા સાથે જોડાયેલાં તમામ મંદિરોમાં હોળીનું આયોજન શરૂ થઈ જાય છે. લઠ્ઠમાર અને ફૂલોની હોળી પણ રમવામાં આવે છે.
હોળીનો તહેવાર રાધા-કૃષ્ણના પવિત્ર પ્રેમથી જોડાયેલો છે. વસંતમાં એક બીજા પર રંગ ઉડાડતા શ્રીકૃષ્ણ અને રાધાને યાદ કરીને તેના પ્રેમ રસમાં લોકો ડૂબી જાય છે. હોળી પર હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં અહંકારની, અહમની, વેરભાવની, ઈર્ષ્યાની, સંશય કે શંકાની અને હોળી કરીને વિશુદ્ધ પ્રેમની પ્રાપ્તિની કામના કરવામાં આવે છે.