મેષ
અ. લ. ઇ.
મનોવૈજ્ઞાનિક સમસ્યામાંથી બહાર આવવા માટે યોગિક ધ્યાન અત્યંત ઉપયોગી બને. તણાવ દૂર થશે. આપની નાણાભીડ અને બોજામાંથી માર્ગ મળતો જણાય અને અણધારી મદદ મેળવી શકો. આવક વૃદ્ધિના પ્રયત્નો ફળતા જણાય. મકાન-વ્યવસાય અન્ય કામગીરીની સફળતા માટે વિલંબ-વિઘ્ન જણાશે. કૌટુંબિક, સામાજિક બાબતો અંગે સુધારાશે અને સાનુકૂળતા સર્જી શકશો. તબિયત સચવાશે, પ્રવાસ સફળ બને.
વૃષભ
બ.વ.ઉ.
આપની મનની મુરાદોને સાકાર કરવાનો માર્ગ દેખાતા આશા વધશે જે માનસિક પ્રસન્નતા રખાવે, આર્થિક સંજોગો હજુ ઘણાં ધૂંધળા જણાય. ધારી આવક ધાર્યા માર્ગે ન થાય છતાં કામકાજ પૂરતી જોગવાઈ કરી શકશો. નોકરિયાત કે ધંધાદારી વ્યક્તિ માટે સમય કાર્યબોજો વધારે અને તેમાં પ્રગતિ ધીમી પણ સારી દેખાશે. ગૃહજીવન-સંસાર-સમાજ અંગે તણાવ દૂર થાય, તબિયત નરમ બને. પ્રવાસમાં વિલંબ.
મિથુન
ક.છ.ઘ.
મનની મૂંઝવણો અને દ્વિધાઓ છતાં મન પર સંયમ દ્વારા શાંતિ મેળવી શકો. આર્થિક વ્યવહારોમાં વધુ ધ્યાન, સાવધાની જરૂરી અને ચિંતાનો અનુભવ જણાય. કરજનો બોજ વધે નહીં તે જોવું. આપના નોકરી વ્યવસાયના ક્ષેત્રે યા અન્ય કામકાજો બાબત, સંજોગો પ્રતિકૂળ છતાં તમે સારી તક મેળવી આગળ વધી સફળ બનશે. નોકરી-વ્યવસાય અંગેની સમસ્યાને સૂલઝાવી શકશો.
કર્ક
ડ.હ.
આપનો માનસિક બોજો હળવો બને. આશાસ્પદ સંજોગો જોવાશે. નાણાકીય લાભ અંગે વધુ પ્રયત્નો ફળતા જણાય અને આકસ્મિક માર્ગ જોવા મળે, કરકસરની સલાહ. નોકરી-વ્યવસાય કે અન્ય જરૂરી કાર્યવાહી- પ્રસંગો અંગે સમયની મદદ ઉપયોગી થતાં કોઈ સારી વાત બને. દાંપત્યજીવનના કૌટુંબિક પ્રશ્નોને હલ કરી શકશો. તબિયત જાળવી રાખશો. પ્રવાસ- પર્યટનમાં વિઘ્ન જણાય.
સિંહ
મ.ટ.
મનની મૂંઝવણ હોય કે કોઈ ચિંતા દૂર થવાના ગ્રહમાન બને છે. આર્થિક ક્ષેત્રે આવક વધે તો પણ સામે ખર્ચ-ચુકવણી વધતાં ઠેરના ઠેર સ્થિતિ જણાય. નોકરી-વ્યવસાય અંગે સમયનો સાથ કે ભાગ્યની મદદ મળતા પ્રગતિનું દ્વાર ખૂલતું જણાય. ગૃહજીવન-પતિ-પત્ની કે કુટુંબીજન બાબત ગ્રહો સહાયક છે. જીવનસાથી જોડે મનમેળ સધાયેલો રહે. આરોગ્ય સમસ્યાનો હલ મળે. પ્રવાસમાં આનંદ રહે.
કન્યા
પ.ઠ.ણ.
માનસિક સ્વસ્થ્ય જળવાશે, નિરાશા દૂર થાય તેવી તક મળે, આવક વૃદ્ધિની તક ઊભી થાય. પ્રયત્નો સફળ બને. ખર્ચ પર કાબૂ જરૂરી. નોકરી- વ્યવસાયમાં ઉન્નતિની આશા સર્જાય. ઉપરીનો સહયોગ મળે, મહત્ત્વની યોજના કામગીરી ફળતી લાગે, પતિ-પત્ની કે સગાંસંબંધી અંગે મનદુઃખના પ્રસંગ સિવાય સારું રહે. આરોગ્ય બગડયું હોય તો સુધરે, પ્રવાસમાં આનંદ મળે.
તુલા
ર.ત.
મનોવેદના- વ્યથાઓના વાદળો વિખેરાતા જણાશે. આશાનું કિરણ લાધે. આવકનો માર્ગ મળે, પ્રયત્નો સફળ થાય, ખર્ચ રોકજો, કામ અટકે નહીં. ધંધા-નોકરી કે ઘર-વાહનની કામગીરીઓને સફળ બનાવવા મહત્ત્વના સંબંધો, સહયોગ ખપ લાગશે. જીવનસાથી સાથે સંવાદિતા ને મનમેળ રાખી શકો. કુટુંબમાં ગેરસમજો ન વધે તે જોજો. તબિયતની કાળજી જરૂરી. પ્રવાસ-પર્યટનની મજા માણી શકો.
વૃષિક
ન.ય.
અહંકાર- ક્રોધ કે આવેશ પર કાબૂ રાખવો જરૂરી છે. સમય સાચવજો, સંયમ ઉપયોગી. આર્થિક સંજોગો કપરા મુશ્કેલી ભર્યા છતાં કોઈ રાહત મળવાની આશા નકારી શકાય નહીં. ધીરજ ફળશે, નોકરી કે વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો દેખાય, કોઈ સારી મહત્ત્વની તક મળે, સંબંધો ઉપયોગી રહે. ગૃહજીવન અંગે સંજોગો અશાંત બને. જીવનસાથીની કાળજી રાખવી.
ધન
ભ.ધ.ઢ.ફ.
બેચેની ભર્યા અને વિષાદના અનુભવમાંથી બહાર આવી શકશો. મનોરાહત માટે નાણાભીડ અને ચુકવણીનો બોજો છતાં ઉઘરાણી કે કોઈ આવક દ્વારા પ્રશ્નો હલ થાય. મકાન-વાહન કે અન્ય નોકરી-ધંધા લગતા કામકાજોમાં આગળ વધી શકશો. સફળતા આગે છે. ગૃહ-કુટુંબ અને સંબંધો બાબત સમય મજાનો જણાય. મનમેળ સાધી શકો. તબિયત સુધરે, પ���રવાસ ફળતો લાગે.
મકર
ખ.જ.
મનની સમસ્યાઓથી ઘેરાયેલા હશો છતાં ધીમે ધીમે સમસ્યાનો હલ મળતાં શાંતિ મળે. આવક સામે ખર્ચાઓ વધી ન જાય તે જોજો. હાથભીડમાં રહે. કોઈ દેવાનો બોજ સતાવતો લાગે. મકાન-વાહન અંહે સાનુકૂળ તક, નોકરી-ધંધા કે હાથ ધરેલી કામગીરી સફળ બનાવવામાં સંઘર્ષ જણાશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો વિસ્થાપિત ન બને તે જોવું. સગાં-સંબંધીઓ નારાજ ન કરવા. આરોગ્ય સાચવજો, પ્રવાસ સફળ થાય.
કુંભ
ગ.શ.સ.
વેદના વિષાદનો અનુભવ જણાય. સાંત્વના-સહાનુભૂતિ માટે રાહત થાય. આર્થિક સંજોગો પ્રતિકૂળ બને. આવક સામે ખર્ચા વિશેષ થવાથી બચત ન થાય. ચિંતા જણાય, નોકરી કે વ્યવસાયમાં તમે વધુ મહેનતે આગળ વધી શકો. વાહન-મિલકત બાબત સમય સુધરે અને સફળતા મળે. ગૃહજીવનમાં વિખવાદનો પ્રસંગ, સ્નેહીથી મનદુઃખ નિવારજો. તબિયત સાચવી શકો. પ્રવાસમાં આનંદ.
મીન
દ.ચ.ઝ.થ.
મનોકામનાની પૂર્તિ માટે આધ્યાત્મિક માર્ગ ફળે, નવી આશા જન્મે, ખુશીનો અનુભવ કરાવે. આર્થિક પ્રશ્નોની ગૂંચવણો ઉકેલવા યોગ્ય મદદ અને માર્ગ મળે, ખર્ચ અંકુશમાં રાખી શકો. નોકરી-વ્યવસાયની બાબતો અને અગત્યની બાબતો અને અગત્યની હાથ ધરેલી કામગીરીઓને સફળ બનાવવામાં સહાય મળે, કૌટુંબિક-સામાજિક ક્ષેત્રે સમય અશાંતિનો પ્રસંગ સૂચવે છે.