વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી મનાવશે. જ્યારથી નરેન્દ્ર મોદીએ 2014માં વડાપ્રધાન પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ હંમેશા સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે. આ વખતે તેમની દિવાળી રાજૌરીના નૌશેરા સેક્ટરમાં હશે. PM બન્યા બાદ સૈનિકોની સાથે સતત 8મી દિવાળી.
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી હતી કે દિવાળીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઇને આવે.
પીએમ મોદી પૂંછ પણ જઇ શકે છે
કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારની મુલાકાત લઈ શકે છે, કારણ કે અહીં સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. આ સિવાય એવી પણ સંભાવના હતી કે તે લદ્દાખ સેક્ટરની મુલાકાત પણ લઈ શકે છે કારણ કે અહીં ભારતીય સેના છેલ્લા 18 મહિનાથી ચીનને અડીને આવેલ સરહદ પર તૈનાત છે. જો કે, હવે નક્કી થઇ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે.