ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા હુમલાબાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની સુરક્ષા માટે 101 બકરાની બલી ચડાવી છે. હૈદરાબાદના એક બિઝનેસમેને ઓવૈસીની (Asaduddin Owaisi) સુરક્ષા અને લાંબા આયુષ્ય માટે આ 101 બકરાની બલી ચડાવી છે. રવિવારે બકરાની બલી ચડાવવાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન મલકપેટ ધારાસભ્ય અને AIMIM નેતા અહેમદ બલાલા પણ હાજર રહ્યા હતા.
હકીકતમાં યુપીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અસદુદ્દીન ઓવૈસી મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
પોલીસે આ કેસમાં 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસ સાથે પૂછપરછ દરમિયાન, આ આરોપીઓએ કહ્યું કે તેઓ ઓવૈસી અને તેના ભાઈના નિવેદનના આધારે ગુસ્સામાં હતા એટલે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અસદુદ્દીન ઓવૈસીને ઝેડ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી હતી. જોકે ઓવૈસીએ કોઇ પણ સુરક્ષા લેવાની મનાઇ કરી હતી.
2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
3 ફેબ્રુઆરીના રોજ, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીના સમર્થકોએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. અસદુદ્દીન ઓવૈસી પર હુમલાના મામલામાં હાપુડના અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે મુખ્ય આરોપી સચિન પંડિતે ગોળીબાર કર્યો હતો અને તેની પાસેથી 9 એમએમની પિસ્તોલ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સચિન અને શુભમની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના પછી અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે હું મૃત્યુથી ડરતો નથી. હું તમારી વિરુદ્ધ બોલું છું તેથી મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો એક ઓવૈસી મરી જાય તો લાખો ઓવૈસી જન્મ લેશે. તેમણે કહ્યું કે હું તમારી ગોળીઓથી ડરતો નથી 3 ફેબ્રુઆરીએ લોકસભા સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગ થયું હતું. આ ઘટના ગાઝિયાબાદના છીઝરસી ટોલ ગેટ પાસે બની હતી. ત્યારબાદ તેઓ પોતાના વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમમાંથી દિલ્હી પરત ફરી રહ્યા હતા.
હૈદરાબાદ લોકસભા સીટ પર 20 વર્ષથી કબજો
અસદુદ્દીન ઓવૈસી, જેઓ જૂના હૈદરાબાદના ખૂબ જ મોઅઝીઝ પરિવારમાંથી આવે છે, તેમણે લંડનથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા લગભગ 20 વર્ષથી માત્ર હૈદરાબાદમાંથી તેમની લોકસભાની બેઠક જાળવી રાખી છે પરંતુ મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને હવે ઉત્તરમાં પણ તેમની હાજરી છે. પ્રદેશ પાર્ટી માટે રાજકીય ગ્રાઉન્ડ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.