વિદ્યુત સહાયકની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયાનો આક્ષેપ થઇ રહ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લા પોલીસ વિદ્યાર્થી નેતાના આક્ષેપ બાદ દોડતી થઈ છે. તેમાં કરોડોનું ભરતી કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. તથા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હવે અગાઉ થયેલી કેટલીક સરકારી ભરતીઓમાં કૌભાંડ આચારાયું હશે કે કેમ ? તેવી શંકાઓ ઉઠી રહી છે. ત્યારે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડનો આરોપ મુક્યો છે.
હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો
ઉલ્લેખનિય છે કે ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડમાં યુવરાજસિંહે કેટલાક વચેટિયાના નામ જાહેર કર્યા છે. તથા જણાવ્યું છે કે દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિ કૌંભાડી છે. તથા ઊર્જા વિભાગમાં સિસ્ટમેટિક કૌભાંડ છે. તેમજ ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે. તથા ઓનલાઈન પરીક્ષાના કોમ્પ્યૂટર જપ્ત કરવાની માગ કરી છે. તેમજ યુવરાજે જણાવ્યું છે કે તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. તેમાં આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ સમિતિ રચવામાં આવી જોઇએ.
જિલ્લા પોલીસ વિદ્યાર્થી નેતાના આક્ષેપ બાદ દોડતી થઈ
વિદ્યુત સહાયકની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયાનો આક્ષેપ થઇ રહ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લા પોલીસ વિદ્યાર્થી નેતાના આક્ષેપ બાદ દોડતી થઈ છે. તેમાં કરોડોનું ભરતી કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. તથા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હવે અગાઉ થયેલી કેટલીક સરકારી ભરતીઓમાં કૌભાંડ આચારાયું હશે કે કેમ ? તેવી શંકાઓ ઉઠી રહી છે. ત્યારે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે અરવલ્લી જિલ્લાનું બાયડ સરકારી ભરતી કૌભાંડનું એપીસેન્ટર હોવાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આ આક્ષેપ બાદ અરવલ્લી જિલ્લા પોલીસ દોડતી થઈ છે. ચાર-પાંચ માસ અગાઉ થયેલી વિદ્યુત સહાયકની ભરતીમાં ઓનલાઈન પરીક્ષામાં વ્યાપક કૌભાંડ આચરી ઉમેદવારોને નોકરીઓમાં લગાડયાના આક્ષેપો થતાં ચકચાર મચી ગઈ છે.
ટાટની પરીક્ષાથી શરૂ થયેલા કૌભાંડ ઢાંક્યા એટલે હિંમત ખુલી
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સૌપ્રથમ વર્ષ 2019માં ટાટનું પેપર લીક થયુ હતુ. આ કૌભાંડના જવાબદારો સામે કોઈ જ પગલા ન લેવાતા એલ.આર.ડી.નું પેપર ફુટયું હતુ. ત્યાર બાદ થોડા દિવસો પહેલા હેડ ક્લાર્કનું પેપર ફુટયું હતુ. આ તમામ પેપર લીક કૌભાંડોમાં ગણતરીના માસ્ટર માઈન્ડની સંડોવણી ખુલી હતી. આ કૌભાંડીઓ વિરૂદ્ધ કોઈ જ પગલા ભરવામાં ન આવતા તેમની હિંમત ખુલી હતી. હવે ત્રણ વર્ષ પહેલા થયેલી વિદ્યુત સહાયક સહિતની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના આક્ષેપોએ ચર્ચાઓ જગાવી છે. ખરેખર જવાબદારો સામે પગલાં ભરાશે કે કેમ ? તે વિશે પણ લોકોને આશંકાઓ છે.
સમગ્ર ભરતી કૌભાંડમાં મામા-ભાણેજ માસ્ટર માઈન્ડ હોવાની ચર્ચા
લોકચર્ચાઓ મુજબ, ચાર-પાંચ માસ અગાઉ થયેલી વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારો પાસેથી 15થી 20 લાખના ઉઘરાણામાં મુળ ચોઈલા પાસેના નરસિંહપુર (કપડવંજ) ગામના અને ચરોતરમાં શિક્ષકની નોકરી કરતા જ્યારે મુળ જીતપુરના અને ધનસુરામાં રહેતા એક શિક્ષકનું નામ ચર્ચાની એરણે છે. મામા-ભાણેજ એવા આ બન્ને ભેજાબાજોએ પચાસથી વધુ ઉમેદવારો પાસેથી નોકરીએ લગાડવાના કરોડો ઉઘરાવ્યાની ચર્ચાઓ છે. જેમાં યુવરાજસિંહે કેટલાક વચેટિયાના નામ જાહેર કર્યા છે. તેમાં દિલીપ પટેલે 45 સગા – સંબંધીઓને નોકરીએ લગાડ્યા છે તેવો આક્ષેપ કર્યો છે. તથા ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે તેવું પણ જણાવ્યું છે.