દેશના નૌકાદળના જવાનોની જાસૂસી કરી ફસાવવા, હનીટ્રેપ અને નો બેન્કિંગ ફ્ંડિંગ હવાલા મોકલવા સહિતના મુદ્દે એનઆઈએએ ગોધરાના અલ્તાફ હુસેન ઘાંચીભાઈ ઉર્ફે શકીલ તથા પાકિસ્તાની નાગરિક વસીમ સામે હૈદરાબાદની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એનઆઈએના ચાર્જશીટમાં બન્ને આરોપીઓ ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા માટે જાસૂસી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણીનો ઉલ્લેખ કર્યો છે. એનઆઈએએ 24મી માર્ચ 2022ના રોજ ગોધરામાં દરોડા પાડીને ડિજિટલ ઉપકરણો, શંકાસ્પદ સિમ કાર્ડ અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ચાર્જશીટમાં ઉલ્લેખ છેકે, અલ્તાફ હુસેનએ સાત સીમકાર્ડ પાકિસ્તાનમાં મોકલી આપીને એક્ટિવ કરી આપ્યા હતા.
NIA અધિકારીઓની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, ગોધરાનો અલ્તાફ્ હુસૈન ઘાંચીભાઈએ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના નિર્દેશો પર, ભારતીય સંબંધિત સંવેદનશીલ માહિતીના સંગ્રહ અને પ્રસારણ માટે પાકિસ્તાનમાં તેના હેન્ડલર્સને ભારતીય સિમ નંબર પર મળેલા OTP પાસ કરીને વોટ્સએપ એક્ટિવેટ કર્યું હતું. આ સિમ કાર્ડ ગુજરાતના ભારતીય માછીમારોના નામે સબસ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા. જેમની 2020માં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે આ સિમકાર્ડ્સ ગેરકાયદે ધરપકડ કરાયેલા આરોપી અલ્તાફ્ હુસૈન ઘાંચીભાઈને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી તેણે પાકિસ્તાનમાં તેના હેન્ડલર્સના નિર્દેશોથી સમાન આઈડીનો ઉપયોગ કરીને આવા સાત સિમ કાર્ડ એક્ટિવેટ કર્યા. અલ્તાફ્ હુસેન ગુજરાતમાં ગોધરાના વતની છે અને તેણે લોજિસ્ટિક્સનું સંચાલન, સિમ કાર્ડ અને નાણાં વ્યવસ્થાપનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેની 25 ઓક્ટોબર, 2021ના ??રોજ ધરપકડ કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશના ઇન્ટેલિજન્સ સેલ દ્વારા 2020માં પ્રથમ કેસ નોંધાયો
આંધ્ર પ્રદેશ સ્ટેટ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. જે માહિતીના આધારે કે પાકિસ્તાની એજન્ટો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાદમાં આ કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. 23 ડિસેમ્બર, 2021ના ??રોજ, NIAએ એક કેસ નોંધ્યો અને જાણવા મળ્યું કે, પાકિસ્તાની એજન્ટો ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફેર્મ દ્વારા નાગરિકોને સંલગ્ન કરીને ભારતીય સશસ્ત્ર્ર દળોના કર્મચારીઓ પાસેથી સંરક્ષણ સંસ્થાઓને લગતી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માહિતી એકત્રિત કરી રહ્યા છે.