ખારેક લાંબો સમય ટકી શકે છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી જેવા કેટલાય પોષક તત્ત્વોની પણ ભરમાર હોય છે. જો તેનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેના ગુણ વધી જાય છે. દરરોજ ખાસ તો શિયાળામાં દૂધમાં ખારેક ઉકાળીને પછી તેનું સેવન કરાય તો કેટલીય બીમારીઓને દૂર રાખવા સાથે સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે. ખારેક અને દૂધ બંને જ કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે, એ સંજોગોમાં જો બંનેનું સાથે સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ જેવા હાડકાં સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ખારેકમાં પોટેશિયમ અને ફાઇબરનો જથ્થો ઘણો હોય છે, તેનાથી ખોરાકને પચાવવામાં મદદ મળે છે, તો દૂધ પણ પેટમાં પાચનમાં મદદ કરે એવા પાચકરસને વધારે છે, જેનાથી કબજિયાત અને પેટમાં દુઃખાવા જેવી પરેશાની દૂર થાય છે.
દૂધ અને ખારેખના સેવનથી દાંત પણ સ્વસ્થ બની રહે છે. એ દાંતોને મજબૂત કરી તેને સડતા બચાવે છે. દૂધ અને ખારેક પીવાથી થોડા જ દિવસમાં ચામડીને ચમકતી કરી છે. તે કેટલાય વિટામિનોની ઊણપને દૂર કરી લોહીના પ્રવાહને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેનાથી વાળ ઉતરવાની સમસ્યા પણ ઘટે છે. દૂધની સાથે ખોેરાક રોજ લેવાથી લોહીમાં સુગરનું પ્રમાણ સરખું રાખવામાં મદદ મળે છે, જેને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું જરૂરી છે. ખજૂરથી વધુ કેલરી ખારેકમાં હોય છે, તેથી દૂધ સાથે લેવામાં આવે તો પાતળા લોકોનું વજન આરોગ્યપ્રદ તરીકે વધારે છે. તેનું રોજ સેવન કરવાથી એક મહિનામાં તમારા શરીરમાં ફરક જણાવા માંડે છે.