🍋🍋🍋🍊🍊આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો વાચો નીચેનો આખો લેખ🍋🍋🍋🍊🍊
🍑ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન
🍑ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.
🍑કેરી ખાધા પછી -કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે...તો -માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર કરી શકાય છે.
🍑તેવી જ રીતે - આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક -માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ...
🍑સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે.
🍑ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં -તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે...
આ ફળ, રાજાઓ દ્વારાયુવાની ને જાળવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે
🍑તેમનું કહેવું છે કે -૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.
🍑કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.
🍋કેરીની ગોટલીમાં -સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ,ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે.
🍑આ બધાં ઘટકો -વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે...
🍓એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં... શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું.
🍒તેમનું કહેવું છે કે - માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી.
ચોમાસાની seasonત ની આ સૌથી શક્તિશાળી શાક છે, જો તમે તેને ખાશો તો તમને આ ગંભીર રોગો ક્યારેય નહીં થાય.
🍏આ નવ(૯) એમિનો એસિડ -
૧) ફિનાઇલ એલેનિન,
૨) વેલિન,
૩) થ્રિઓનિન,
૪) ટ્રીપ્ટોફન,
૫) મેથેઓનિન,
૬) લ્યૂસિન,
૭) આયસોલ્યુસિન,
૮) લાયસિન અને
૯) હિસ્ટિડિન...
કેરી ની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે.
🍎એમિનો એસિડમાંથી તૈયાર થતાં 'પ્રોટીન' જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
🍈બીજા શબ્દોમાં કહીએ તો -જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે.શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.
🍇તદુપરાંત -માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી.
🍑આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે.
🍑કેરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે.
જે શરીરમાંથી કચરો દૂર કરનારા 'એન્ટિ ઓક્સિડન્ટ' તરીકેની ભૂમિકા પણ ભજવે છે.
🍑તેમ જ, કેરી ની ગોટલીમાંથી -સોડિયામ,પોટેશિયમ,કેલ્સિયમ,મેગ્નેસિયમ,આયર્ન (લોહતત્વ)જસત,મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.
🍒કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે.વળી,શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.
🍓ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.
🍓તેમાંથી છ ટકા કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે.
🍓તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ,ચરબી અનેપ્રોટીન ઉપરાંત...૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ...ઉપરાંત,જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.
ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તરબૂચ, જાણો તેનાથી થતા લાભ વિશે
🍋કેરીની ગોટલીમાં - સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી...તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.
🍊ગોટલીમાંનું 'મેન્ગીફેરિન' નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે
🍑કેરીની ગોટલીમાં જોવા મળતું આ 'મેન્ગીફેરિન' નામનું ઘટક -ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે.
🍊તેમ જ,તેમાંના 'આઈસો મેન્ગીફેરિન' અને 'ફ્લેવોનાઈડ્સ' જેવા ���ટકો -'કેન્સર' અને 'મેદસ્વિતા' જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.
🍑આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે -
🍑આપણા આહારમાં 'પોલીસેકરાઈડ'ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે.
🍑આ સ્ટાર્ચનું વિઘટન થાય...ત્યારે -તેમાંથી સુગર અલગ પડે છે...અને,તે બ્લડમાં ભળે છે.
🍊આ માટે આંતરડાંમાં -'એમિલાઈઝ' નામના પાચક રસો ઝરે છે.
આ રસો સ્ટાર્ચમાંની 'સુગર' ને અલગ પાડવાનું કામ કરે છે...
🍑પરંતું,મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે.તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી.તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.
🍑બીજા શબ્દોમાં કહીએ તો -બ્લડમાં સુગર ભળતી જ નથી.તેથી ડાયાબિટીશ 'અંકુશ' માં રહે છે !!🍑છાલ' સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે.
કેરીની ગોટલીની માફક કેરીની 'છાલ'માં પણ મેન્ગીફેરિન છે.તેથી -પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે...તો -તેનાથી ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે.
છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં 'ફાઈબર' પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે.શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.
માટે,મિત્રો !
🍑સમર સીઝનમાં -કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો.🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋