તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે, દાળમાં ફાઇટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે, જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ઇફેક્ટ થાય છે. તેના દ્વારા કેન્સર સામે રક્ષણ મળે છે. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે, દાળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાઇસિમિક ઇન્ડેક્સ ઓછું હોય છે તેથી ડાયાબિટીસના રોગીઓ માટે પણ દાળ ફાયદાકારક છે. દાળના કારણે દર્દીઓનું સુગર કન્ટ્રોલમાં રહે છે અને ઇન્સ્યૂલિન લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. દાળ કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે.
ઓબેસિટીથી બચવા માટે પણ દાળ મહત્ત્વનો ખોરાક છે. દાળ પોષકતત્ત્વોના ખજાના સમાન છે. દાળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સ તથા મિનરલ્સ હોય છે.
દાળને તેના ગુણના કારણે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડાયાબિટીસ, હાર્ટ ડિસિઝ અને અન્ય રોગો માટે યોગ્ય માનવામાં આવે છે. આવા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પ્લાન્ટ બેઝડ પ્રોટીન ખૂબ જ સારો સ્રોત છે. 25 ગ્રામ દાળમાંથી 100 ગ્રામ પ્રોટીન મળે છે. જે લોકો માંસ અથવા ડેરી પ્રોડક્ટનું સેવન ન કરી શકતા હોય તેમના માટે દાળ પ્રોટીનનો સૌથી મોટો સ્રોત છે. તેને પગલે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં 10 ફેબ્રુઆરીએ વર્લ્ડ પલ્સિસ ડે ઊજવવામાં આવે છે.
ગત વર્ષથી જ તેની શરૂઆત કરવામાં આવી હતી. તેનો આશય લોકોને દાળનું મહત્ત્વ સમજાવવાનો છે. ભોજન તરીકે પણ દાળ સુપાચ્ય હોય છે અને ખૂબ જ સરળતાથી ભોજનમાં લઈ પણ શકાય છે.