શું છે લૉ અર્થ ઓર્બિટ?
1.લૉ અર્થ ઓર્બિટ (LEO) એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે જેને ટેલિકોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે પૃથ્વીની સપાટીથી 400થી 1,000 માઇલની વચ્ચે ભ્રમણ કરતું હોય છે. આ ઓર્બિટને મુખ્યત્વે ડેટા કોમ્યુનિકેશન જેમ કે, ઇમેલ, વીડિયો કોન્ફરન્સિંગ અને પેજિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઓર્બિટ સ્પેસમાં અત્યંત ઝડપી ગતિએ આગળ વધતા હોય છે અને સ્પેસમાં તેનો અવકાશ અનિશ્ચિત હોય છે.
2.લીઓ-બેઝ્ડ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ અવિકસિત દેશો, પ્રદેશોના એવા વિસ્તારોમાં સેટેલાઇટ ટેલિફોન સર્વિસ પ્રદાન કરવાનું કામ કરે છે જ્યાં આ પ્રકારની સર્વિસ અત્યંત મોંઘી હોય, અથવા લેન્ડલાઇન સિસ્ટમ પણ અશક્ય હોય. લૉ અર્થ ઓર્બિટની સ્થિતિ પૃથ્વીની સપાટીએથી 2,000 કિમી ઉંચાઇએ હોય છે. ઓર્બિટની હાઇ સ્પીડની ક્ષમતાનો ઉપયોગ એક સેટેલાઇટથી બીજી સેટેલાઇટ સુધી ડેટા ટ્રાન્સમિટ કરવામાં થાય છે. ખાસ કરીને એવી સેટેલાઇટ જે પૃથ્વીના બાહ્ય ટ્રાન્સમીટિંગ શ્રેણીમાં ના આવી શકતી હોય.
3.મોટાંભાગની કોમ્યુનિકેશન એપ્લિકેશન LEO સેટેલાઇટનો ઉપયોગ કરે છે કારણ કે તેમાં ઓછી એનર્જી વપરાય છે. આ ઉપરાંત તેના સફળ ટ્રાન્સમિશન માટે ઓછા શક્તિશાળી એમ્પ્લિફાયર્સની જરૂર પડે છે. લિઓ એ જીઓસ્ટેશનરી (એક પ્રકારના આર્ટિફિશિયલ સેટેલાઇટ) નથી, આ ઉપગ્રહો તેના નેટવર્કમાં આવતા તમામ સેટેલાઇટને સતત કવરેજ આપવા માટે જરૂરી છે.
4.જો કે, અંતરિક્ષમાં આ પ્રકારના સેટેલાઇટની સંખ્યા વધી રહી છે. એક રિસર્ચ અનુસાર, LEO અવકાશ પર્યાવરણમાં ભંગારના કારણે સતત ગીચ બની રહ્યું છે. NASA આ પ્રકારના સેટેલાઇટ ઓર્બિટ પર સતત નજર રાખી રહ્યું છે. રિસર્ચ અનુસાર, અંદાજિત 8,000 જેટલાં ઓર્બિટ અવકાશમાં છે જેની સંખ્યા પૃથ્વીને સર્કલ કરતા સોફ્ટબોલ કરતાં પણ વધુ મોટી છે. આ તમામ ઓબ્જેક્ટ સેટેલાઇટ નથી પરંતુ જૂના રોકેટ, તૂટી ગયેલી સેટેલાઇટ્સના પીસ હોય છે.
ઓર્બિટની ત્રણ કેટેગરી
5.સેટેલાઇટ્સની ત્રણ કેટેગરી હોય છે - લૉ અર્થ ઓર્બિટ સેટેલાઇટ, મીડિયમ અર્થ ઓર્બિટ સેટેલાઇટ અને જિયો સેટેલાઇટ. લૉ અર્થ સેટેલાઇટ, જિયો સેટેલાઇટની સરખામણીએ નાના હોય છે. લૉ અર્થ ઓર્બિટ સેટેલાઇટમાં નવી ટેક્નોલોજી અને કોન્સેપ્ટને ટેસ્ટ કરવા વધુ સરળ અને સુવિધાનજક હોય છે. જો કે, કોઇ સિલેક્ટેડ લોકેશનમાં ફૂલ કોમ્યુનિકેશન સર્વિસ આપવા માટે 1,000થી વધુ લૉ-ઓર્બિટ સેટેલાઇટની જરૂર પડી શકે છે.
LEOના ફાયદા અને ગેરફાયદા
6.લૉ અર્થ ઓર્બિટ સ્પેસ શટલ સાથે જે સ્થળની મુલાકાત લેવા ઇચ્છતા હોય તેના માટે ખાસ ઉપયોગી છે, જેમ કે - હબલ સ્પેસ ટેલિસ્કોપ અને ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશન. આ ઓર્બિટ્સ નવા ઇન્સ્ટ્રૂમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવા, તૂટેલી વસ્તુઓ જોડવા અને ડેમેજની ચકાસણી માટે પણ ઉપયોગી છે. લૉ અર્થ ઓર્બિટ એક માત્ર રસ્તો છે જેનાથી અંતરિક્ષ યાત્રી સ્પેસમાં જઇ શકે, એક્સપિરિમેન્ટ્સ કરી શકે છે અને ચોક્કસ સમયમાં પરત આવી શકે છે.
7.જો કે, આ ઓર્બિટ પૃથ્વીની આટલી નજીક હોવાના બે ગેરફાયદાઓ પણ છે. પહેલું, આ પ્રકારના ઓર્બિટમાં વાતાવરણીય ખેંચાણ હોય છે. આ ઓર્બિટમાં ઓક્સિજનની માત્રા ઓછી હોવા છતાં ઓબ્જેક્ટ અથવા સેટેલાઇટ તરફથી ખેંચાણ થવાની શક્યતાઓ રહેલી હોય છે. પરિણામે સમય જતાં આ પ્રકારના ઓબ્જેક્ટ સ્��ો થઇ જાય અને તેની ભ્રમણકક્ષામાં સડો પેદા કરે છે. જેના કારણે સેટેલાઇટ અથવા સ્પેસક્રાફ્ટ પણ સ્લો થઇ જાય છે પરિણામે ગુરૂત્વાકર્ષણ પ્રભાવના કારણે તે પૃથ્વીની નજીક પણ આવી શકે છે.
8.બીજો ગેરફાયદો એ છે કે, લીઓ કેટલી ઝડપથી પૃથ્વીની સપાટીની આસપાસ ભ્રમણ કરી શકે છે. એક અંદાજ મુજબ આ સેટેલાઇટ 28968 કિમી/કલાકની ઝડપે અથવા તેનાથી પણ વધુની ઝડપે ટ્રાવેલ કરી શકે છે, પૃથ્વીના કોઇ પણ ક્ષેત્રમાં તે નિર્ધારિત સમયથી પણ ઓછા સમયમાં ટ્રાવેલ કરે છે, તેથી તેને સ્પેસમાં ફિક્સ નથી કરી શકતા.