અયોધ્યા મામલામાં 40 દિવસથી ચાલી રહેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ભારતમાં આર્યોનું અસ્તિત્વ ફરીથી ચર્ચાયું છે. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારના વકીલ કે.પારાશરણે કહ્યું કે, એક પછી એક આક્રાંતાઓએ ભારત પર હુમલો કર્યો હતો. આર્ય અહીંના મૂળ નિવાસી હતા, કારણ કે રામાયણમાં પણ સીતા તેમના પતિ શ્રીરામને આર્ય કહીને સંબોધતા હતા. એવામાં આર્ય કેવી રીતે બહારના આક્રમણકારી બની શકે છે?
થોડા દિવસો પહેલા ડેક્કન કોલેજ પૂણેના ઈતિહાસકારોએ માનવ કંકાલ પર કરેલી શોધના પરિણામ જાહેર કર્યા હતા. આ માનવ કંકાલ હરિયાણાના રાખીગઢીમાં ખોદકામમાં મળ્યા હતા. રાખીગઢી સિંધુ સભ્યતાના મુખ્ય સ્થળમાંથી એક છે. શોધના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ એશિયાના લોકોનું લોહી એક જ છે. હડપ્પામાં રહેનારા બાહરથી આવ્યા ન હતા, પરંતુ આ લોકો અહીંના જ વંશજ હતા. તેમણે જ વેદો-ઉપનિષદોની રચના કરી છે. તેમણે જ આર્યના નામે પણ ઓળખવામાં આવતા હતા. આ લોકો થોડા સમય પછી મધ્ય એશિયા તરફ ગયા હતા. તેમનો દાવો છે કે અફઘાનિસ્તાનથી માંડી બંગાળ અને કાશ્મીરથી માંડી આંદમાન સુધીના લોકોના જનીન એક જ વંશના હતા. આ શોધને દેશ-વિદેશના 30 વૈજ્ઞાનિકોની ટીમે અંજામ આપ્યો હતો. જેમાં ડેક્કન કોલેજના પૂર્વ કુલપતિ અને આ પ્રોજેક્ટના પ્રમુખ ડો.વસંત શિંદે અને બીરબલ સાહની પુરાવિજ્ઞાની સંસ્થા, લખનઉના ડો.નીરજ રાય(DNA વૈજ્ઞાનિક) પણ સામેલ હતા.
સુપ્રીમ કોર્ટમાં કહેવાયેલી વાતો અને માનવ કંકાલ પર કરાયેલા સંશોધન બાદ ભાસ્કરે શોધ કરનારા બન્ને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરીને આર્યોની થિયરી અંગેની માહિતી મેળવી. આ શોધને પ્રતિષ્ઠિત શોધ પત્રિકા સેલમાં પણ પ્રકાશિત કરાયો હતો. જેનું શીષર્ક છે ‘એન એનોસેટ હડપ્પન જીનોમ લેક્સ એનેસેસ્ટ્રી ફ્રોમ સ્ટેપે પેસ્ટોરેલિસ્ટ અને ઈરાની ફાર્મર્સ’
આર્યો અંગે ગેરસમજઃ ડો. વસંત શિંદે
‘ઘણા વિદ્ધાનોનો મત છે કે આર્ય બહારથી ભારતમાં આવ્યા હતા. ઘણા એવું પણ કહે છે કે તે હડપ્પા સભ્યતા બાદ અહીંયા આવ્યા હતા. તો ઘણાઓનું કહેવું છે કે તેમણે અહીં રહેનારાઓ પર હુમલો કર્યો અને અતિક્રમણ કરી દીધું છે ઘણાઓનું માનવું છે તે ઉત્તર ભારતીયો પર હુમલો કરીને આર્યોએ તેમને દક્ષિણમાં મોકલી દીધા હતા. જોકે, આ તમામ અવૈજ્ઞાનિક પ્રમાણ છે. અલગ અલગ વૈજ્ઞાનિક તથ્યો સાથે એવો દાવો કરી રહ્યાં છે કે આર્યો ક્યાય બહારથી નથી આવ્યા તેઓ ભારતીય ઉપમહાદ્વીપમાં જ રહેતા હતા. અહીં તેમણે ધીમે ધીમે પ્રગતિ કરી હતી. જીવનને શ્રેષ્ઠ બનાવીને ધીમે ધીમે અહીં જ વસતા ગયા અને પ્રસરતા ગયા’
તમે આ દાવો કયા આધારે કરી રહ્યાં છો?
આર્યો બહારથી આવ્યા હોવાના મોટા પાયે પ્રમાણ મળે છે?
‘અભ્યાસમાં સામે આવ્યું છે કે, આર્યોએ જીવનમાં સ્થિરતા લાવવા માટે ખેતીની શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ દેશોમાંથી તેમના વેપારી સંબંધો બનવાના શરૂ થઈ ગયા હતા. તે અન્ય દેશોમાં વેપાર કરવા માટે જવા લાગ્યા અને અન્ય દેશોના લોકો ભારતીય ઉપખંડમાં વેપાર માટે આવવા લાગ્યા હતા. ઈરાન, મધ્ય એશિયા સાથે તેમના વેપારી સંબંધો હતો. આર્યોનો વિદેશીઓ સાથે મેળાપ તો થયો પણ વંશ ન બદલાયો. લોકો એકબીજા સાથે ભળવા લાગ્યા. થોડા જનીન પણ આવ્યા પણ વંશ ન બદલાયો. એવા કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી આર્યો મોટા પાયે બહારથી આવ્યા હોવાનું સાબિત થાય’
શા માટે હડપ્પા સભ્યતા ખતમ થઈ?
‘હડપ્પા સભ્યતા ખતમ હોવાના કારણે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે. 2,000 ઈસ પૂર્વેની આસપાસ પર્યાવરણ શુષ્ક થવા લાગ્યું હતું. જેનાથી ફક્ત હડપ્પા જ નહીં પણ મિસ્ત્ર, મેસોપોટામિયાની તત્કાલીન સભ્યતાઓનું પણ પતન થયું, ત્યાં વહેતી સરસ્વતી નદી પણ સુકાવા લાગી હતી. આ જ કારણે દુષ્કાળની સમસ્યા સર્જાઈ હતી અને લોકોને ત્યાંથી બહાર નીકળવાનું શરૂ થઈ ગયું હતું. આપણે મોડર્ન પોપ્યુલેશનને DNA ગણાવીએ છીએ કે બધાના DNA હડપ્પન જનીન સાથે મળી જાય છે. પ્રગતિ રૂપે તેઓ શિકાર કરવાની જગ્યાએ ખેતી કરવા લાગ્યા. તેઓ સિંધુ અને સરસ્વતી નદીની આસપાસ વસતા હતા. ’
અભ્યાસમાં કોણ કોણ સામેલ હતું?
ડો.શિંદેના જણાવ્યા પ્રમાણે, અમે અમારો અભ્યાસ 2008-2009માં શરૂ કર્યો હતો. ભારત સહિત આ સ્ટડીમાં 16 દેશોના વૈજ્ઞાનિકોને સામેલ કરવામાં આવ્યા હતા. પહેલા અમે ફરમાનામાં અભ્યાસ કર્યો, ત્યાં સફળ ન થયા તો રાખીગઢીમાં અભ્યાસ શરૂ કર્યો. ખોદકામમાં 40 કંકાલ મળી આવ્યા હતા. આમાંથી એક પર અભ્યાસ કરવામાં આવ્યો. અમે શરૂઆતમાં સેમ્પલ્સની તપાસ હૈદરાબાદ ખાતે આવેલી એક લેબોરેટરીમાં કરાવી. ત્યારબાદ અભ્યાસને વધુ માન્યતા આપવા માટે હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પણ તેમા સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાંની લેબોરેટરીમાં પણ DNAનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બન્ને સ્થળોએ એક જ રિઝલ્ટ આવ્યું હતું.
આપણા લોકોમાં આજે પણ હડપ્પાવાસીઓના જનીનઃડો.રાય
મોટી સંખ્યામાં આબાદીનું પલાયન થયું-ટોની જોસેફ