પાકિસ્તાનની સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023 વચ્ચે ભારત છોડીને ચાલી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઝૈનબને ભારતથી જવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે, તેણે પહેલાં સાયબર ક્રાઈમ, ભારત અને હિન્દુ ધર્મની ટીકા કરી હતી. આ કારણે ઝૈનબ વિવાદોમાં આવી હતી. તેણીના ઘણા જૂના ટ્વીટ વાયરલ થયા હતા. જેમાં તે ભારત અને હિન્દુ ધર્મ વિશે ખરાબ બોલતી જોવા મળી હતી.
ઝૈનબ અત્યારે દુબઈમાં છે
મળતી માહિતી મુજબ, ઝૈનબ અબ્બાસે ભારત છોડી દીધું છે. સુરક્ષાના કારણોસર ઝૈનબે ભારત છોડ્યું છે. અત્યારે આ એન્કર દુબઈમાં છે. તેના પર સાયબર ક્રાઈમ અને જૂના ભારત વિરોધી ટ્વીટનો આરોપ છે.
ભારતીય વકીલે કરી હતી ફરિયાદ
વિનીત જિંદાલ નામના ભારતીય વકીલે BCCIમાં ઝૈનબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વિનીત જિંદાલે ટ્વીટ કર્યું હતું કે, 'અતિથિન દેવો ભવ' ફક્ત તે લોકો માટે છે જે આપણા દેશ અને હિંદુ ધર્મનો આદર કરે છે. ભારત વિરોધીઓનું આપણી ધરતી પર સ્વાગત નથી.
વર્લ્ડકપ પહેલાં ઝૈનબે કર્યું હતું ઉત્સાહપૂર્ણ ટ્વીટ
વર્લ્ડકપની શરૂઆત પહેલાં 2 ઓક્ટોબરે ઝૈનબે એક ટ્વીટ કર્યું હતું. જેમાં ઝૈનબે લખ્યું હતું કે,"બીજી તરફ શું છે, તેના પર હંમેશા ઉત્સુક્તા હતી. મતભેદ કરતાં સંસ્કૃતિની વધુ સમાનતા, મેદાન પર હરીફો પરંતુ મેદાનની બહાર મિત્રતા, એક જ ભાષા અને એક જ કળા માટે પ્રેમ. ICC વર્લ્ડકપ માટે ઘરેથી 6 અઠવાડિયાનો સફર હવે શરૂ થઈ રહ્યો છે.