T20 વર્લ્ડ કપ 2021 હવે તેના છેલ્લા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. સેમીફાઈનલ માટેની ટીમો લગભગ નક્કી થઈ ગઈ છે. પરંતુ બધાની નજર ગ્રૂપ-2ની બાકીની મેચ પર છે. જો રવિવારે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવશે તો ભારત માટે સેમિફાઇનલનો રસ્તો ખુલી શકે છે. જો કે આ બાબતો નેટ-રનરેટ (NRR) પર આધાર રાખે છે. પરંતુ આ નેટ-રન રેટ કેવી રીતે નીકળે છે અને તે જીતવા કે હારવા પર કેવી રીતે ફરક પાડશે, સમજો…
નેટ-રનરેટ ક્યાં જોવા મળે છે?
ક્રિકેટમાં જ્યારે પણ કોઈ મોટી ICC ટુર્નામેન્ટ હોય અથવા જ્યાં વધુ ટીમો સાથે રમી રહી હોય (IPL, Big Bash, Asia Cup) ત્યારે નેટ-રન રેટ ઘણીવાર મોટી ભૂમિકામાં આવે છે. અત્યારે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
કોઈપણ ટીમનો નેટ-રન રેટ કોઈપણ મેચમાં રમાયેલી તેની બંને ઇનિંગ્સ પર આધાર રાખે છે. એટલે કે બેટિંગ કરતી વખતે ઇનિંગ્સમાં કેટલી ઓવર રમાઈ, કેટલા રન બનાવ્યા. બોલિંગ કરતી વખતે કેટલી ઓવરમાં કેટલા રન ગુમાવ્યા તેના આધારે નેટ-રન રેટની ગણતરી કરવામાં આવે છે. ત્યારે પહેલી ઇનિંગ્સમાંથી બીજી ઇનિંગ્સની સરેરાશને ઘટાડી દેવામાં આવે છે અને નેટ-રન રેટ નીકળે છે.
નેટ-રનરેટની ગણતરી કરવા માટેની ફોર્મ્યુલા..
કુલ બનાવેલ રન/કુલ રમાયેલી ઓવર-કુલ ગુમાવેલ રન/કુલ ફેંકવામાં આવેલી ઓવર= નેટ રન રેટ
ઉદાહરણ તરીકે જ્યારે કોઇ ટીમે બેટિંગ કરતી વખતે 20 ઓવરમાં 120 રન બનાવ્યા ત્યારે રન રેટ 6 હતો. પરંતુ બોલિંગ કરતી વખતે 15 ઓવરમાં તમામ રન ગુમાવ્યા, ત્યારે રન-રેટ 8 થયો. આ કિસ્સામાં નેટ રનરેટ – 2.000 સુધી પહોંચી જશે. જો 20 ઓવરમાં 120 રન બનાવ્યા પછી કોઇ ટીમે 20 ઓવરમાં માત્ર 100 રન જ આપ્યા તો તેની નેટ-રન રેટ + 1.000 થઇ જશે.
આ કોઈપણ એક ટીમની નેટ-રન-રેટ થઇ, જ્યારે બંને ટીમોની નેટ-રનરેટની ગણતરી કરવામાં આવે છે ત્યારે હારેલી ટીમનો નેટ-રન-રેટ વિજેતા ટીમમાંથી ઘટાડી દેવો જોઈએ. વિજેતા ટીમની નેટ-રનરેટ 5 છે અને હારેલી ટીમની 4 આવે છે, જ્યારે પોઈન્ટ ટેબલમાં વિજેતા ટીમ + 1.000 અને હારેલી ટીમ – 1.000 પોઈન્ટ્સ પર રહેશે.
આ કોઈપણ મેચમાં નેટ-રન રેટની ગણતરી કરવાની સૌથી સહેલી રીત છે. પરંતુ ખાસ વાત એ છે કે NRRના કિસ્સામાં વિકેટ પડવાથી કોઈ ફરક પડતો નથી. જો કોઈ ટીમ સંપૂર્ણ ઓવરો રમી શકતી નથી તો ત્યારે તેટલી જ ઓવરની ગણતરી કરવામાં આવે છે.
જો કે જો પ્રથમ બેટિંગ કરનારી ટીમ સંપૂર્ણ ઓવરો રમે છે પરંતુ બીજી બેટિંગ કરનારી ટીમને ઓછા સ્કોર પર ઓલઆઉટ કરી દે છે, તો તેને નેટ-રન રેટમાં સંપૂર્ણ ઓવર રમવાનો લાભ મળી શકે છે. સાથો સાથ આખી ટુર્નામેન્ટમાં દરેક મેચ સાથે નેટ-રનરેટ સતત વધતી અને ઘટતી રહે છે. જો કોઈ ટીમ પ્રથમ મેચમાં સારી રમત રમી અને બીજી મેચમાં ખરાબ રમી તો તેના ટુર્નામેન્ટ નેટ-રન રેટમાં ફરક પડશે.
T20 વર્લ્ડ કપમાં ગ્રુપ 2-ની નેટ-રનરેટ?
T20 વર્લ્ડ કપમાં ગ્રુપ-2 અત્યારે ખૂબ જ રસપ્રદ છે. નેટ-રનરેટના મામલે ટીમ ઈન્ડિયાએ તમામ ટીમોને માત આપી છે. જો કે તેના પોઈન્ટ ઓછા છે. પાકિસ્તાનની ટીમ ગ્રુપ-2માં મોખરે છે તેણે ક્વોલિફાય કર્યું છે. પરંતુ સેમીફાઈનલની બીજી ટિકિટ માટે લડાઈ અફઘાનિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડમાં છે. જો અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે તો ભારતની ટીમ નામીબિયાને મોટા અંતરથી હરાવે છે તો નેટ-રન રેટના આધારે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી શકે છે. પરંતુ જો ન્યુઝીલેન્ડની ટીમ અફઘાનિસ્તાનને હરાવશે તો ભારતની ટીમ બહાર થઈ જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં ટકરાશે.