T20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું. રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે છેલ્લી ઓવરોમાં રમતને સંપૂર્ણપણે પલટી નાખી હતી. આ સાથે ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે ન્યુઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું.
ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શરૂઆતના આંચકાઓ બાદ ન્યુઝીલેન્ડે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બધું તેના માટે મુશ્કેલ બની રહ્યું હતું. ન્યૂઝીલેન્ડને છેલ્લી ચાર ઓવરમાં 57 રનની જરૂર હતી. પરંતુ 17મી ઓવરમાં બધુ બદલાઈ ગયું, જ્યારે જેમ્સ નીશમે તબાહી મચાવી અને એક જ ઓવરમાં 23 રન લૂંટી લીધા. 17મી ઓવરમાં જ્યારે ક્રિસ જોર્ડન બેટિંગ કરવા આવ્યો ત્યારે જેમ્સ નીશમે ધમાલ મચાવી હતી અને તે જ ઓવરમાં એક સિક્સર, એક ફોર સહિત 23 રન બનાવ્યા હતા. આ પછી 18મી ઓવરમાં ન્યૂઝીલેન્ડની બેટિંગ ચાલુ રહી અને આ ઓવરમાં 2 સિક્સરની મદદથી 14 રન લૂટી ગયા. પરંતુ ત્યારબાદ જેમ્સ નીશમ અહીં આઉટ થયો હતો પરંતુ ન્યુઝીલેન્ડની ગતિ અટકી ન હતી. જ્યારે ન્યૂઝીલેન્ડને 12 બોલમાં 20 રનની જરૂર હતી ત્યારે તેણે 19મી ઓવરમાં જ આ સ્કોર પાર કરીને ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત હાંસલ કરી.
તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપની આ પહેલી સેમીફાઈનલ હતી. જેમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 166 રન બનાવ્યા હતા. જે મોટા દબાણવાળી મેચમાં સારો સ્કોર હતો. મોઈન અલી અને ડેવિડ મલને ઈંગ્લેન્ડ તરફથી શાનદાર ઈનિંગ્સ રમી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડને શરૂઆતથી જ આંચકો લાગ્યો હતો જ્યારે માર્ટિન ગુપ્ટિલ-કેન વિલિયમસન આઉટ થયા હતા.
પરંતુ ન્યુઝીલેન્ડ તરફથી ડી. મિશેલે મોરચો સંભાળ્યો અને બાદમાં જેમ્સ નીશમની ધમાકેદાર ઇનિંગ્સના આધારે ન્યુઝીલેન્ડે એક સમયે હારતી જણાતી મેચ જીતી લીધી. આ સાથે ન્યુઝીલેન્ડ ટી20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
ગુરુવારે બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. ત્યાં જે પણ ટીમ મેચ જીતશે તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થશે. જો ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવવામાં સફળ રહે છે તો આ વખતે ટી-20 વર્લ્ડ કપનો નવો ચેમ્પિયન જોવા મળી શકે છે.