તાઈવાનની સેનાએ મંગળવારે ચીનના ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. તાઈવાનના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે આ ચેતવણીનો ગોળીબાર હતો. આ સ્થિતિને જોતા ચીન અને તાઈવાન વચ્ચે તણાવ વધવાની શક્યતા છે. આ પહેલીવાર છે જ્યારે તાઈવાનની સેનાએ આટલું આક્રમક પગલું ભર્યું છે. સૈન્ય પ્રવક્તાના જણાવ્યા મુજબ- ડ્રોન તાઈવાનના નિયંત્રણ હેઠળના એક ટાપુ પર ચીનની સરહદની નજીક ઉડી રહ્યું હતું. તાઈવાનની સેનાના ગોળીબાર બાદ ડ્રોન ચીન તરફ વળ્યું હતું.
નેન્સી પેલોસીની મુલાકાત બાદ સ્થિતિ તંગ છે
નોંધનીય છે કે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદથી સ્થિતિ તંગ બની છે. પેલોસીની મુલાકાત સમયે, ચીની વિમાનો તાઈવાનના આકાશ પર ઉડવા લાગ્યા હતા. આ સાથે જ ચીન પણ અમેરિકાને પરિણામની ધમકીઓ આપી રહ્યું છે. નેન્સી પેલોસીની મુલાકાત બાદ અમેરિકી ધારાસભ્યોની ટીમે પણ તાઈવાનની મુલાકાત લીધી હતી. આ પછી ચીનનો ગુસ્સો વધુ ભડકી ગયો. તે જ સમયે બંને દેશોની સરહદો પર બેરિકેડ કરવામાં આવી છે.
ચીનની ધમકીઓ વચ્ચે તાઈવાનને સતત અમેરિકાનું સમર્થન મળી રહ્યું છે. એટલું જ નહિ અમેરિકા ચીનને એશિયામાં અલગ રાખવાની રણનીતિ પર પણ કામ કરી રહ્યું છે. યુએસ નેવીના એક વરિષ્ઠ અધિકારીનું નિવેદન આમાં ઘણું અર્થપૂર્ણ છે. ચીન પણ અમેરિકાની સાથે ભારત અને અન્ય એશિયન દેશોની દરેક પ્રવૃતિ પર નજર રાખી રહ્યું છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહના જાપાન પ્રવાસને લઈને ચીન ખૂબ જ સાવચેત છે.