યુક્રેનને લઈને રૂસ અને નાટોના દેશોમાં થયેલ વિવાદને પગલે ચીન દ્વારા બે બિલાડીના ઝઘડામાં અન્યને ફાયદો થઇ રહ્યો હોય તેવો ઘાટ રચાયો છે. ચીનના વિદેશમંત્રી વાંગ યી દ્વારા આ વિવાદમાં ખુલ્લેઆમ રુસનું સમર્થન કરવામાં આવ્યું છે. વાનગ ચી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રૂસની સુરક્ષા ચિંતાઓને ગંભીરતાથી લેવામાં આવશે.
યુક્રેન માટે રૂસ અને અમેરિકા સહિતના નાટો દેશોમાં જંગના કાળા વાદળો ઘેરાયા છે ત્યારે ચીને ઘણી મોટી રમત રમી છે. દક્ષીણ ચીન સાગરમાં ચાલી રહેલ તણાવની વચ્ચે ચીનના વિદેશમંત્રી વાંગ યી દ્વારા આપવામાં આવેલ નિવેદન રૂસની સહાનુભૂતિ હાંસલ કરવા માટે આપવામાં આવ્યું હતું. ડ્રેગનના આ વર્તનના કારણે ભારતની મુશ્કેલી વધી શકે છે.
હાલમાં ભારતનો ચીન સાથે સીમા વિવાદ ચાલી રહ્યો છે. બંનેના કુલ 1 લાખ સૈનિકો સીમા પર છે. ભારત ચીનનો સામનો કરવા હથિયાર પણ ખરીદી રહ્યું છે. ભારતીય સેનાના 60 ટકા જેટલા હથિયારો રૂસની બનાવટના છે. ભારત દ્વારા રૂસ અને યુક્રેનના વિવાદમાં કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ ભારત આ વિવાદ પર બાજનજર રાખી રહ્યું છે.
ચીનના વિદેશમંત્રી વાંગ યીએ અમેરિકા અને નાટો દેશો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે સેન્ય બ્લોકને મજબુત કરીને કે તેના વિસ્તારને વધારીને ક્ષેત્રીય સુરક્ષાની કોઈ ગેરંટી આપી શકાય નહી. તેમણે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લીન્કેન સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વાંગ યીએ આ નિવેદન પુતિનને ખુશ કરવા માટે આપ્યું છે. આ પહેલ પુતીને કહ્યું હતું કે યુક્રેનને નાટોનું સમર્થન મળ્યું રૂસની સુરક્ષા માટે ખતરારૂપ છે. રૂસ દ્વારા યુક્રેન સીમા પર 1 લાખ સૈનિકો ભેગા કરી દીધા છે ત્યારે અત્યાર સુધી ફક્ત બંને પક્ષોએ સમાધાન કરી લેવું જોઈએ તેવું કહેવાવાળા ચીને ચુપ્પી તોડી છે. ચીનના આ નિવેદન બાદ સ્પષ્ટ થઇ ગયું છેકે અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ હજીસુધી ઓછો થયો નથી. આ તરફ ચીની મંત્રાલયના પ્રવક્તાએ નાટોના દેશો શીત યુદ્ધની માનસિકતા છોડી ડે તેવું પણ કહ્યું હતું. રૂસ કોઈપણ જાતના હમલાની તૈયારીઓને નકારી રહ્યું છે. પરંતુ અમેરિકા અને નાટોના દેશો અનુસાર રૂસ યુદ્ધ તરફ આગળ વધી ગયું છે.