બોલીવુડ દિવા મલાઈકા અરોરાએ દિવાળી પર પોતાના સાડી લુકથી ફેન્સને દિવાના બનાવ્યા હતા. મલાઈકા જ્યારે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બેકલેસ બ્લાઉઝમાં પિંક સાડી સાથે પાર્ટીમાં પહોંચી ત્યારે બધાની નજર તેના પર હતી.
અત્યારે લોકો મલ્લાના એ લુકને ભૂલી શક્યા નથી કે અભિનેત્રીએ ફરી એકવાર સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે પોતાની સુંદરતાનો જાદુ બધા પર ચલાવતી જોવા મળી રહી છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની સાડીમાં મલાઈકાનું આ લેટેસ્ટ ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. લુકની વાત કરીએ તો, મલાઈકાએ બેકલેસ બ્લાઉઝ સાથે ગ્રીન કલરની સાડી પહેરી છે, જે તેના લુકને પરફેક્ટ બનાવી રહી છે.