સુરતમાં ફુટપાથ પર અત્તર વહેચનારને ઇન્કમ ટેક્સની નોટીસ મળતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ઇન્કમટેક્સ દ્વારા ઓવેસ સોપારીવાળાને નોટીસ આપવામા આવી છે. ઓવેસ સોપારીવાળાને 28.59 કરોડની એક્સપોર્ટ મામલે નોટીસ ફટકારવામા આવી છે. ઓવેસ અનેક સ્થળોએ મસ્જિદો બહાર છૂટક અત્તર વેચવાનું કામ કરે છે. ત્યારે ઓવેસે ડોક્યુમેન્ટ ગેરઉપયોગ થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 2018માં યુનુસ ચક્કીવાળાના નામના શખ્સને ડોક્યુમેન્ટ આપ્યા હતા. લોન અપાવાની લાલચ પાન અને આધાર કાર્ડ લીધા હતા. ત્યારે લોન તો ન મળી ડોક્યુમેન્ટ યુનુસ ચક્કીવાળાએ પોતાની પાસે રાખ્યા હતા. 2019 માં મહમદ ઓવેસ ને GST અધિકારીઓ પૂછપરછ માટે લઈ ગયા હતા. મહિને 10 થી 12 હજાર કમાતા મહમદ ઓવેસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. મહમદ ઓવેશના કહેવા અનુસાર તેમનું પોતાનું કોઈ બેન્કમાં એકાઉન્ટ નથી. મહમદ ઓવેસના નામે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં એક્સપોર્ટ થયું છે. સમગ્ર મામલે ઇન્મટેક્સને નોટીસનો જવાબ આપશે. યુનુસ ચક્કીવાળા વિરુદ્ધ પોલીસ કમિશ્નરને પણ અરજી આપવામાં આવશે.
ITની નોટિસને લઈ યુવક મુંઝવણમાં
ITની નોટિસનો શું જવાબ આપવો એ મામલે વેપારી અજાણ છે. નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો આખો મામલો એસેસમેન્ટમાં જશે. ક્યાં ક્યાં દેશમાં કેટલું એક્સપોર્ટ કરાયું તેની પણ નોટિસમાં વિગતો સામેલ છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં એક્સપોર્ટ કર્યું હોવાનું બતાવાયું છે. યુવકના ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો હોવાની આશંકા છે.
ચોકબજારમાં રહેતા અને શેરી મહોલ્લામાં ફરી અત્તર-પરફ્યુમ વેચતા ફેરિયાને 28.59 કરોડના ટ્રાન્ઝેક્શનની આઇટીની નોટિસ મળતાં આખો પરિવાર ચિંતામાં મૂકાયો છે. પરિવારમાં કોઈ વ્યક્તિએ પાસપોર્ટ કઢાવ્યો નથી, વિદેશ પ્રવાસ કર્યો નથી કે કોઈ કંપની બનાવી શકાય એવું જ્ઞાન પણ નહીં ધરાવતા ફેરિયાને IT એ વર્ષ-2018-19 દરમિયાન રૂ.28.59 કરોડના એક્સપોર્ટનો ટેક્સ ભરવા નોટિસ મોકલતાં આ ફેરિયો વિભાગ સમક્ષ હાજર થયો હતો.
ડોક્યુમેન્ટનો કોઈએ દુરઉપયોગ કરતા અને કમિશ્નરને આ બાબતે લેખિત ફરિયાદ કરીઃવકીલ નદીમ ચૌધરી
આ બાબતે મહમદ ઓવેશનાં વકીલ નદીમ ચૌધરી જણાવ્યું હતું કે, મારા અસીલ જેઓ છુટક અત્તરનો ધંધો કરે છે. ત્યારે તેમને પંદર દિવસ પહેલા ઈન્કમટેક્ષ દ્વારા નોટીસ આપવામાં આવી છે. જે નોટીસની અંદર એવો ઉલ��લેખ કરવામાં આવ્યો છે રેડ ઈમ્પેક્ષ એક ફર્મ છે. જે ફર્મમાં રૂા. 28 કરોડનો કોઈ માલ એક્ષપોર્ટ કરવામાં આવ્યો છે. જે બાબતની નોટીસ આવી છે. એ નોટીસ લઈને ઓવેસભાઈએ મારો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમનાં ડોક્યુમેન્ટનો કોઈએ દુરઉપયોગ કરતા અને કમિશ્નરને આ બાબતે લેખિત ફરિયાદ કરી છે. તેમજ 2019 માં ભૂતકાળમાં તેઓની જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.