પોરબંદર નજીક મધદરિયે બે કાર્ગો જહાજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકાના ઓખાથી 10 માઇલ દૂર અરબી સમુદ્રમાં બે વિદેશી કાર્ગો જાહજ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઇ હતી. જેમાં એક જાહજ હોંગકોંગ અને બીજું માર્શલ આઇલેન્ડનું જહાજ હોવાની માહિતી સામે આવી. હોંગકોંગના જહાજના ક્રુ મેમ્બર ભારતીય હોવાનું સામે આવ્યું. તો માર્શલ આઇલેન્ડના કાર્ગો જહાજમાં ફિલિપાઇન્સના ક્રુ મેમ્બર હોવાની વિગતો સામે આવી. મધદરિયે વિદેશી જહાજ વચ્ચે ટક્કરના અહેવાલ મળતા જ ભારતીય કોસ્ટગાર્ડની ટીમો મદદ માટે પહોંચી હતી. અને બંને કાર્ગો શિપને સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણ કરવાની સૂચના આપી હતી.
બંને જહાજો ટકરાતા આગ પણ ભભૂકી ઉઠી હતી, જોકે હજું આ દુર્ઘટનામાં જાનમાલના સમાચાર નથી. મોડી રાત્રે આ ઘટના બની હતી.
બંને જહાજો ટકરાયા બાદ ભારતીય કોસ્ટગાર્ડ તાત્કાલિક મદદે પહોંચ્યું હતું. અને, તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી આરંભી દેવામાં આવી હતી