સિક્કિમમાં મોટી રોડ દુર્ઘટના સામે આવી છે. અહી સર્જાયેલ એક ગમખ્વાર અકસ્માતમાં સેનાના 16 જવાનો શહીદ થઇ ગયા છે. સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જેમા, ઉત્તરી સિક્કિમમાં દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રક ત્રણ વાહનોના કાફલાનો ભાગ હતું જે ચટનથી સવારે થંગુ તરફ જઈ રહ્યો હતો.
પીઆરઓ ડીફેન્સ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતના જણાવ્યા મુજબ જેમાના રસ્તે આર્મીનું વાહન એક સાંકડા વળાંક પાસે ખીણમાં ખાબકી ગયું હતું. એક રેસ્ક્યૂ ઓપરેશન તુરંત હાથ ધરવામાં આવ્યું હતું અને ચાર ઘાયલ સૈનિકોને એરલીફ્ટ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ત્રણ જુનિયર કમીશન્ડ અધિકારીઓ અને 13 જવાનોના ગંભીર ઇજાઓને કારણે મોત થઈ ગયા હતા. આ દુખદ સમયે ભારતીય સેન શોકાતુર પરિવારોની સાથે ઊભી છે.
Defence Min Rajnath Singh says "deeply pained" by loss of lives of Indian Army personnel due to a road accident in N. Sikkim.
— ANI (@ANI) December 23, 2022
The nation is deeply grateful for their service & commitment. My condolences to bereaved families; Praying for speedy recovery of the injured, he says. pic.twitter.com/hdIDHCt8Ke
આ ઘટના પર રક્ષામંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરતાં કહ્યું છે કે ઉત્તર સિક્કિમમાં એક રોડ એક્સિડન્ટને કારણે ભારતીય સેનાના જવાનોના નિધનથી અત્યંત દુઃખી છું. દેશ તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે તેમનો હૃદયથી આભારી છે. શોકાકુલ પરિવારી પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યું છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.