આગની ઘટનામાં નવજાત બાળકો ફસાયા
જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં સૌથી ઉપરના માળે ચિલ્ડ્રન હોસ્પિટલ પણ હતી. આગની ઘટનાના પગલે લોકો જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા હતા. લોકો નવજાત બાળકોને હાથમાં લઈને દોડી રહ્યા છે. 20 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલ પણ રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. આગ લાગી છે તે બિલ્ડિંગમાં 3-4 હોસ્પિટલ હોવાથી મુશ્કેલી વધી છે.
ફાયર અધિકારી જાડેજાએ શું કહ્યું
આગ કયા કારણે લાગી તેને લઈને તપાસ ચાલી રહી છે. કુલ 70 જણાને રેસ્ક્યૂ કરાયા હતા. એફએસએલની મદદ લેવાશે. પોલીસ ઘટના સ્થળે ચાલુ છે. શું આ હોસ્પિટલ સીલ કરાશે તેને લઈને જવાબ મળ્યો છે કે પ્રાથમિક તપાસ બાદ નિર્ણય લેવાશે. તમામ લોકોને સર્ચ ઓપરેશન કરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. હાલમાં બિલ્ડિંગ ખાલી છે. આગ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. અમદાવાદના પરિમલ ગાર્ડનની સામે દેવ બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. ત્રીજા માળે સર્વર રૂમમાં આગ લાગી હોવાના કારણે અનેક લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની 7 ગાડીઓ જોવા મળી છે. રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થશે છે. હાલ સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી પણ અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
આ જ કોમ્પ્લેક્સમાં 3 વર્ષમાં બીજી વાર આગ લાગી
આ પહેલા 13મે 2019માં આ હોસ્પિટલમાં આગ લાગી હતી અને આજે ફરી એટલે કે 25 જૂન 2022માં આગ લાગી છે. શા માટે આ હોસ્પિટલમાં પહેલા પણ આગ લાગી હોવા છતાં અહીં ફાયર સિસ્ટમનો અભાવ છે તેને લઈને પ્રશ્નો થયા છે. 3 નવજાત બાળકોને આઈસીયૂમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેને લઈને માતા પિતાનો જીવ તાળવે ચોંટ્યો છે. પ્રાઈવેટ વિભાગોની પણ મદદ રેસ્ક્યૂ માટે લેવામાં આવી છે. ફાયરવિભાગ આવી હોસ્પિટલોને બંધ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
જીવના જોખમે લોકોને બચાવવામાં આવી રહ્યા છે. બિલ્ડિંગના કાચ તોડીને લોકોને બચાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ભડકે બળતી બિલ્ડિંગને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. લોકો જીવ બચાવવા માટે અગાશીએ ચઢ્યા હતા. પ્રશ્ન એ છે કે આ બેદરાકરીનું જવાબદાર કોણ છે.