ગત સપ્તાહે એક સાથે છ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીમાં ઝાડુ ફેરવી ભાજપના કેસરિયા કર્યા હતા. વધુ કેટલાક કોર્પોરેટરો ભગવો ધારણ કરવા માટે લાઈનમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ધારણા આજે સાચી પડી હતી. આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર કનુ ગેડિયા (વોર્ડ નંબર ત્રણ) અને અલ્પેશ પટેલ (વોર્ડ નંબર 2)એ આપ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો.
આ સાથે ફરી એક વખત આ માર્ગની પાર્ટીના રાજકીય આગેવાનો ઊંઘતા ઝડપાયા હતા. પક્ષના કોર્પોરેટરોને સાચવી નહીં શકવાની તેમની નિષ્ફળતા ફરી છતી થઈ હતી. બન્ને પર ભાજપ પાસેથી નાણા લઈને પક્ષના અન્ય કોર્પોરેટરને લાલચ અને દબાણ કરતા હોવાનો પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.