2009થી લાઈસન્સ વગર ધમધમતી એમોસ કંપનીમાંથી કેમિકલનો વેપલો થતો રહ્યો તેમ છતાં તંત્ર બેખબર ? લઠ્ઠાકાંડમાં પીપળજીની એમોસ કંપનીની સંડોવણી ખુલી છે. આ કંપનીમાંથી જ કેમિકલની ચોરી થઈ હોવા છતાં પણ પોલીસ કે એક પણ સરકારી વિભાગ આ કંપની સામે કાર્યવાહી કરવાની વાત તો દૂર સત્ય હકીકત પણ બહાર લાવતો નથી. કેમિકલની ચોરીમાં બલીનો બકરો બનાવવા માટે તખ્તો તૈયાર કરીને એમોસ કંપનીના માલિક સમીર પટેલને બચાવી લેવા પ્રયાસો ચાલુ થઈ ગયા છે. તેના કારણે ભવિષ્યમાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાય તો નવાઈ નહીં રહે.
એમોસ કંપની પાસે વર્ષ 2009 પછી લાઇસન્સ જ ન હોવા છતાં મિથોનોલ કેમિકલનો વેપલો કેવી રીતે કરતો રહ્યો હતો. ફેકટરીમાં મિથેનોલ કેમિકલનો જથ્થો આવ્યો ક્યાંથી ? પોલીસ દ્વારા ચોરીની ખોટી ફરિયાદ કેમ લેવાઈ ? તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવે તો સમીરના તમામ કૌભાંડોનો પદાર્ફાશ થઈ શકે છે. બીજી તરફ લઠ્ઠાકાંડમાં જે કેમિકલનો ઉપયોગ થયો છે તે કેમિકલ સમીર પટેલની એમોસ ફ્કટરીમાંથી ચોર્યું હોવાની આરોપી જયેશની કબૂલાત બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં સમીરના ગોરખધંધા બહાર આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. આરોપી જયેશના દાવા મુજબ એમોસ ફ્કટરીમાંથી 600 લિટર મિથેનોલ ચોર્યું હતું. બીજી તરફ્ એમોસ કંપનીએ જોબવર્ક પેટે ફ્નિોર કંપનીમાંથી 8,000 લિટર મિથેનોલ આલ્કોહોલ મંગાવ્યું હતું પણ તપાસ દરમિયાન ચોરાયેલા જથ્થાને બાદ કરતાં 7,400 લિટરને 8,700 લિટર મિથેનોલનો જથ્થો મળી આવતાં 700 લિટરનો વધારાનો જથ્થો ક્યાંથી ને કેમ આવ્યો? તે પોલીસ અને એસઆઈટીને તપાસમાં વિષય બન્યો છે. તંત્રના ચાર હાથ : વગર લાઈસન્સે એમોસ કંપનીનો વર્ષોથી કેમિકલનો વેપલો
બોટાદ જિલ્લાના રોજિદ, બરવાળા, ધંધુકા પંથકમાં 50 જેટલા લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડમાં વપરાયેલું મિથેનોલ પીપળજની એમોસ કંપનીમાંથી બુટલેગર્સને સપ્લાય થયેલું તે સમીર પટેલની એમોસ કંપનીએ છેલ્લાં કેટલાંક વર્ષોથી લાયસન્સ જ રિન્યુ કરાવ્યું ન હોવાના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને લઠ્ઠાકાંડને પગલે ચર્ચાને ચકડોળે ચડેલી એમોસ કંપનીને સીલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી સ્ફેટક બાબત એ છે કે, સમીર પટેલની એમોસ કંપની દ્વારા 2009ના વર્ષથી લાયસન્સ રિન્યુ કરાવવા માટે અરજી સુદ્ધાં કરાઈ નથી. ત્યારે ગુજરાત પોલીસ રાજકીય વગ ધરાવતા સમીર પટેલ સામે કાર્યવાહી કરશે કે ભીનું સંકેલી લેશે તે જોવાનું રહ્યુ?
ફરાર થયેલા સમીર પટેલે જીએનએફસીની ડિસ્ટ્રિબ્યૂટરશિપ મેળવી કરોડોની કમાણી કરી
લઠ્ઠાકાંડના વોન્ટેડ સમીર પટેલે એક પૂર્વ મંત્રીની ભલામણથી જીએનએફસીની ડિસ્ટ્રીબ્યુટરશીપ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. એટલુ જ નહિ જીએનએફએસીની જુદી જુદી પ્રોડકટ ખરીદીને લોકલ માર્કેટમાં વેચાણ કરીને તગડો નફો કરાતો હતો. બેટ દ્રારકાના ટ્રસ્ટી પદેથી દુર કરવામા આવશે. સમીર પટેલ જીસીસીઆઇના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હોવાથી ચેમ્બરની છાપ ખરડાઇ છે. હાલ સમિર પટેલ ચેમ્બરમા કંપની સભ્ય છે. નજીકના દિવસોમાં ચેમ્બરની એપેક્ષ કમિટીના સભ્યો નિર્ણય કરશે કે, તેમને સભ્ય પદે રાખવા કે નહિ.
લઠ્ઠાકાંડમા સમિર પટેલની કંપનીનુ નામ બહાર આવતીની સાથે હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. પોલીસ આવા વ્હાઇટ કોલર ક્રમીનલને હજુ સુધી શોધી શકી નથી. લઠ્ઠાકાંડમા નિર્દોષ લોકોના મૃત્યુ પછી પોલીસ હજુ હરકતમાં આવી નથી. સમિર પટેલે એક મંત્રીની ભલામણથી જીએનએફસની ડિસ્ટ્રીબ્યુટર શીપ મેળવી લીધી હતી અને એવી ગોઠવણ પાડીને સૌધી વધુ પ્રોડક્ટ તેની કંપનીને મળતી હતી. જીએનએફસીની પ્રોડકટ લોકલ માર્કેટમાં વેચાણ કરીને વર્ષે દહાડે મોટી કમાણી કરાતી હતી.
ચેમ્બરના પૂર્વ પ્રમુખનો જાહેરમાં કોલર પકડીને ગેરવર્તણુક કર્યા પછી ચેમ્બરના હોદેદારો સમીર પટેલથી દુર જ રહેતા હતા. આ ઘટના બન્યા પછી સમીર પટેલે ચેમ્બરમાં આવવાનુ બંધ કરી દીધુ હતુ. તે પહેલા ચેમ્બરના લેટરહેટનો દુરપયોગ કરીને વિદેશ પ્રવાસ કરતા વિવાદ ઉભો થયો હતો.