એકતરફ ગૃહ રાજ્ય મંત્રી ટ્રાફિક પોલીસને સુચના આપી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા નાગરિકો સાથે સંયમ જાળવે અને નાગરિકો કોઈ ગુનેગાર નથી તેમની સાથે માનવીય વર્તન કરવામાં આવે. આવામાં રાજકોટમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમા દેશના જવાન સાથે ટ્રાફિક મહિલા પોલીસ દ્વરા ફડાકા મારવામાં આવ્યા એટલુ જ નહીં પોલીસ મથકમાં ટ્રાફિક બ્રાંચના પી.આઈ.આવી આર્મી જવાનને ફડાકા માર્યા હતા તો જવાનની ફરિયાદ લેવાનું ટાળ્યું હતું. જોકે પોલીસે આર્મી જવાન વિરૂદ્ધ ફરજ રૂકાવતનો કેસ કર્યો હતો. જેના કારણે જવાનને કોર્ટના દ્વાર ખખડવાનો વારો આવ્યો હતો.
નીલેશ માઢક નામનો જવાન આર્મીમાં પોતાની ફરજ નિભાવે છે. નીલેશ નક્સલી વિસ્તારના નાગાલેન્ડમાં મા ભોમની રક્ષા કરે છે. નિલેશ રજા પર પોતાના વતન રાજકોટ આવ્યો હતો અને ગત 21 તારીખે જન્મદિવસ હોવાથી નાહના ગરીબ બાળકોને ભોજન કરાવી પરત ફરતો હતો ત્યારે ઠેબર ચોકમાં ટ્રાફિક મહિલા પોલીસ સાથે દંડની પાઉતીને લઈને બોલાચાલી થઇ હતી. નીલેશે તેનું આઇકાર્ડ બતાવી કહ્યું હતું કે,‘બેન હું પણ આર્મીમાં છું છતાં મહિલા પોલીસે આર્મી જવાન નીલેશને ફડાકા ઝીંક્યા હતા અને જવાને સ્વબચાવ કર્યો હતો. આ સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં ટ્રાફિક બ્રાંચના પી.આઈ પોલીસ મથકમાં આવી આર્મી જવાનને સીધાજ ફડાકા ઝીંક્યા હતા. ૩ જેટલા ફડાકા ઝીંક્યા બાદ મહિલાકર્મી અલ્કા તિલાવતની ફરિયાદ નોંધી અને આર્મી જવાન સામે ફરજ રૂકાવટ ફરિયાદ નોધી બીજી બાજુ આર્મી જવાને પણ ફરિયાદ નોધવાનું કહેતા તેની ફરિયાદ ન નોંધતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે કોર્ટે પોલીસ તપાસના આદેશ આપ્યા છે.
જોકે સમગ્ર મામલો સામે આવતા પોલીસ કર્મચારીને બચાવવા ટ્રાફિક બ્રાંચના DCP પ્રવીણ કુમાર મીણા આવ્યા હતા. જેમાં આર્મી જવાને ગેરવર્તુણક કર્યું હતું. જ્યારે સંદેશ ન્યૂઝે કહ્યું, ઠેબર ચોકમાં પોલીસના CCTV છે તો ખરા અર્થમાં મહિલા સાથે ગેરવર્તુણ થયું હોય તો પોલીસે CCTV જાહેર કરવા જોઇએ ત્યારે સાહેબ ગોળગોળ જવાબ આપી પોલીસ કોર્ટમાં રજુ કરવાની વાતો કરી હતી. તો બીજી બાજુ આર્મી જવાન નિલેશ ફરિયાદ ન લેવા પાછળ સવાલ કરતા જ પોલીસ મથક પર દોષનો ટોપલો ઠાલવ્યો હતો.
રાજકોટ શહેરમાં જાણે ટ્રાફિક પોલીસકર્મીને ખુલ્લી છૂટ આપવામાં અવી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટવાસીઓ આ કર્મચારીથી પરેશાન છે. જણાવી દઇએ કે છેલ્લા 7 દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરવર્તનના 5 કિસ્સાઓ સામે આવ્યા છે.