અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પે.કોર્ટમાં 49 દોષિતોને સજા સંભળાવી છે. જેમાં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તથા અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા કરવામાં આવી છે.
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમવાર 38 દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી છે. તેમાં કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માન્ય રાખ્યો છે. તથા મૃતકોના પરિજનોને રૂ.1 લાખનું વળતર, બ્લાસ્ટમાં ઘાયલોને રૂ.50 હજારનું વળતર, સામાન્ય ઈજામાં રૂ.25 હજારનું વળતર આપવા જણાવ્યું છે.
2008માં બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા
અગાઉ આરોપીના વકિલને સાંભળ્યા હતા. તેમાં 302માં ફાંસી અને જન્મટીપની સજા થઈ છે. જેમાં આતંકી કૃત્યની કલમો UAPA ની કલમો હેઠળ સજા થઇ છે. તેમજ રેરેસ્ટ ઓફ રેર કેસ છે તે રીતે સજા આપવામાં આવી છે.
302માં ફાંસી અને જન્મટીપની સજા થઈ
અમદાવાદ શહેર જ નહીં પરંતુ સમગ્ર દેશને 26 જુલાઈ, 2008ના દિવસે આંચકો આપનારી શ્રેણીબદ્ધ 20 બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં 49 દોષિતોને સજા અંગે આજે બ્લાસ્ટ કેસના ખાસ જજ એ.આર.પટેલ ચુકાદો જાહેર કર્યો છે. જેમાં ભદ્ર કોર્ટ સંકુલ તથા સાબરમતી જેલમાં સઘન પોલીસ ફોર્સ ગોઠવવામાં આવી હતી.
આ ઉપરાંત કોર્ટ સંકુલમાં વકીલ સિવાય કોઈને પ્રવેશ આપ્યો ન હતો. બ્લાસ્ટ કેસમાં દોષિત 49 લોકોને સજાનો ચુકાદો હોવાના પગલે કાંરજ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં તથા શહેર પોલીસ દ્વારા સારબમતી જેલમાં પણ બ્લાસ્ટના આરોપીઓને જે બેરેકમાં રાખવામાં આવ્યા છે ત્યા જેલની સુરક્ષાનું 17મીને ગુરુવારના રોજ રોજ નિરીક્ષણ કર્યુ હતુ. જયારે 18મીના રોજ કારંજ પોલીસને સેશન્સ કોર્ટમાં તથા એટીએસ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બંદોબસ્તમાં હાજર રહેવાના હોવાનું જાણવા મળે છે.
2008ના શ્રેણીબદ્ધ 20 વિસ્ફોટોમાં 58નાં મોત થયાં હતાં
સુનાવણી દરમિયાન ખાસ સીનીયર સરકારી વકીલ એચ.એમ.ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટે સરકાર તરફ્થી એવી રજૂઆત કરી હતી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફ્રન્સ આપવામાં આવ્યો હતો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. બીજી તરફ આ કેસમાં આજે બચાવ પક્ષના વકીલોની દલીલો કોર્ટે સાંભળી હતી. સમગ્ર દેશને હચમચાવી દેનારા 26મી જુલાઈ, 2008ના દિવસે શહેરમાં 20 સ્થળોએ ગણતરીની મિનિટોના જ અંતરે જીવલેણ બોમ્બ બ્લાસ્ટ થયેલા. જેમાં 58ના મોત થયેલા, 244ને ઈજા પહોંચી હતી.
49 દોષિત માટે ચાર્જશીટ, નિવેદન, ચુકાદા સાથે 50 લાખ પેજ થશે
બ્લાસ્ટ કેસમાં દોષિત ઠરેલા 49 આરોપીઓને ચુકાદાની નકલ અપાશે. એક આરોપીને આશરે 6900 પાનાના ચુકાદાની નકલ અપાશે. એટલે કે, 49 આરોપીઓને કુલ 3,38,100 પાનાની ચુકાદાની નકલ અપાશે. આમ તપાસનીશ એજન્સી દ્વારા કુલ 547 ચાર્જશીટ દાખલ કરાયા છે, જેમાં એક ચાર્જશીટમાં 7000 પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે ચાર્જશીટમાં કુલ 38,29,000 લાખ પેજ વપરાયા હતા. આમ અત્યાર સુધી 50,00,000 પાનાનો ઉપયોગ થયો છે.