ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલાં તબક્કાના મતદાન માટે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપ રાજ્યભરમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ મહેસાણામાં જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે. તેના તમામ અપડેટસ
શાહે રેલીને સંબોધતા કહ્યુ કે 2024માં નરેન્દ્ર ભાઈને ફરીવાર પ્રધાનમંત્રી બનાવીશું. આ મત માત્ર 2022 નહીં પરંતુ 2024 માટે પણ છે. કોંગ્રેસનાં રાજમાં ઉત્તર ગુજરાત ડાર્ક ઝોન હતુ. ભાજપે ખોરંભે ચઢેલી નર્મદા યોજના હાથમાં લીધી હતી.
નર્મદાની ઉંચાઇ વધારવાની મંજૂરી નરેન્દ્રભાઇ લાવ્યા. તેને પગલે નર્મદાના નીર બનાસકાંઠા સુધી પહોંચ્યા. નરેન્દ્રભાઇ મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા, ત્યારબાદ નર્મદા યોજના પૂર્ણ થઇ, નર્મદા યોજનાથી ઉત્તર ગુજરાતને પાણી મળે છે, સમગ્ર ઉત્તર ગુજરાતનાં પાણીના તળ ઉપર આવ્યા, 40 ટકા વિસ્તાર ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યો.
આજે ઉત્તર ગુજરાતમાં ક્યાંય ડાર્ક ઝોન નથી
કોંગ્રેસ મત માગવા આવે ત્યારે ખેરાલુના લોકો પૂછજો. નરેન્દ્રભાઇએ પાણી આપ્યુ, કોંગ્રેસે શુ કર્યુ?, હમણા રાહુલબાબા પદયાત્રા લઇને નીકળ્યા છે, પદયાત્રામાં મેધા પાટકરને લઇને નીકળ્યા છે. નર્મદા યોજનાને રોકી રાખનાર મેધા પાટકર સાથે પદયાત્રા કરી રહ્યા છે. આપણા ઘા પર મીઠું ભભરાવે છે કોંગ્રેસ. કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે. આવી કોંગ્રેસને વોટ અપાય ખરા? તમે જ વિચારી લેજો.
ઉત્તર ગુજરાતને સમૃદ્ધ કરવાનું કામ ભાજપે કર્યુ. ગુજરાતમાં છાશવારે કોમી તોફાનો થતા હતા. કોંગ્રેસની વોટબેંક કોણ છે તમને ખબર છે ને. વોટબેંકનાં રાજકારણને કારણે ગુજરાતને પીંખ્યુ. ગુજરાતની શાંતિને કોંગ્રેસે પીંખી નાખી. 2002માં રમખાણો કરનારને મોદી સરકારે પાઠ ભણાવ્યો. કોમી રમખાણો કરનારને ખો ભૂલાવી દીધી. હવે ચૂપચાપ ઘરમાં બેસી રહે છે.
રામમંદિર બનવું જોઇએ કે નહી?
કોંગ્રેસે એ મુદ્દો પણ કોર્ટમાં ગુંચવી રાખ્યો હતો. PM મોદીએ રામજન્મભૂમિનો શિલાન્યાસ કર્યો. રાહુલબાબા 2019માં રોજ પ્રહાર કરતા. રાહુલબાબા કહેતા ભાજપ મંદિરની તારીખ નથી આપતુ. હું તારીખ આપું છુ, 1 જાન્યુઆરી 2024. કાશી વિશ્વનાથ મંદિરનો પણ વિકાસ કર્યો. અંબાજીનાં શિખરોનો પણ પુનરોદ્ધાર થયો. કેદારનાથ, બદ્રીનાથ, પાવાગઢના મંદિરોનો વિકાસ થયો. દરેક મતવિસ્તારને એક ધારાસભ્ય મળશે. તમને બે ધારાસભ્ય મળશે. બક્ષીપંચ કમિશન બનાવવાનું કામ PM મોદીએ કર્યુ. 10 વર્ષ સુધી પાકિસ્તાનથી રોજ ઘુસણખોરો આવી જતા
દેશનાં જવાનોના માથા કપાતા હતાઃ શાહ
કોંગ્રેસની સરકારમાં હિંમત નહોતી તેમની સામે પગલા લેવાની. કેમ કે, કોંગ્રેસને પોતાની વોટબેંક દેખાતી હતી. કેન્દ્રમાં ગુજરાતનાં દીકરા નરેન્દ્ર મોદીની સરકાર આવી. પાકિસ્તાનનાં ઘરમાં ઘુસી સર્જિકલ સ્ટ્રાઇક કરી. પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો. ભારતની સીમા, સેના સાથે છેડખાની ન કરાયઃ શાહ