સુરત: કતારગામના વેવાઈ નવસારીની વેવાણ સાથે ભાગી જવાના મામલે સોશિયલ મીડિયામાં ખાસ્સી ચર્ચોનો વિષય બન્યો છે. જેને લઈને સમગ્ર સુરત નહિ, પરંતુ દેશ-વિદેશમાં પણ વેવાઈ-વેવાણની ચર્ચોઓ થવા લાગી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, હેલો, વોટસએપ, ટ્વિટર અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ જુદા-જુદા વીડિયો અને પોસ્ટ બનાવીને મૂક્તા હજારો-લાખોની સંખ્યામાં લાઇક કોમેન્ટ મળી રહી છે.
હજારથી વધુ જોક્સ ફરતા થયા
વેવાઈ વેવાણ સાથે ભાગી જવાના કિસ્સાથી હજારથી વધુ જોક્સ ફરતા થયા છે. જેમાં હવેથી લગ્નમાં આઠમું વચન એવું હશે કે વેવાણ-વેવાઈ એકબીજાને ભાઈ-બહેન કહીને જ બોલાવીશું. અન્ય રમૂજમાં પત્ની પોતાના પતિને કહે છે કે, તમે 3 દિવસ બહાર ફરી આવો, કાલે વેવાણ એકલાં આવવાનાં છે. જ્યારે અન્ય એક રમૂજમાં પિતા તેના પુત્રને લગ્ન કરવા સમજાવે છે કે છોકરી સરસ છે, ઘર સરસ છે, વેવાઈ સરસ છે તો તને વાંધો શું છે? ત્યારે પુત્ર કહે છે કે, વેવાણ પણ સરસ છે. એટલે ના કહું છું. હું પપ્પા ગુમાવવા નથી માંગતો. તેવી જ રીતે હવે તો કેટલાક ઘરોમાં વેવાણ-વેવાઈના મોબાઇલ ફોનને ચેક કરવાના તો કેટલાંક ઘરે જ્યારે વેવાઈ આવે ત્યારે વેવાણે ફરજિયાત લાંબો ઘૂંઘટો કાઢવાનો રિવાજ લાગુ પડાઈ રહ્યાના રમૂજી કિસ્સા પણ સામે આવી રહ્યા છે.