યુકેના પ્રાઈમ મિનિસ્ટર અમદાવાદના મહેમાન બન્યા છે. જેમાં બોરિસ જ્હોનસન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેમાં અમદાવાદ એરપોર્ટ પર યુકેના PMનું સ્વાગત કરાયુ છે. જેમાં એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરાયા છે. તેમજ સાંસ્કૃતિક ઝાંખી દ્વારા બોરિસ જ્હોનસનનું સ્વાગત કરાઇ રહ્યું છે. તથા સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ લાગ્યા છે.
ગુજરાતના રાસ ગરબાની રમઝટ વિશિષ્ટ રહી
બોરિસ જ્હોનસન એરપોર્ટથી આશ્રમ રોડ હોટેલ હયાત રીજન્સી જશે. તથા ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગુજેસલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુ.કેનો ધ્વજ લઈને ઉભા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પ્રથમવાર ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. ત્યારે અમદાવાદના હાંસોલ સ્થિત વિમાનીમથકે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તેમનું ઢોલ-નગારાંના તાલ અને સંગીતની મધુર સુરાવલિઓ સાથે ભારતીય પરંપરા મુજબ ઉમળકાભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વિમાનીમથકથી તેઓ જ્યાં રોકાણ કરવાના છે તે આશ્રમરોડ પરની હયાત રેસિડેન્સી સુધીના માર્ગ પર 45 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે. તે સ્ટેજ પરથી વિવિધ રાજ્યોની કલામંડળીના કલાકારો પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાઇ છે. જેમાં ગુજરાતના રાસ ગરબાની રમઝટ વિશિષ્ટ રહી છે.
બ્રિટિશ PMએ ગાંધી આશ્રમમાં રેંટિયો કાંત્યો, જુઓ શું લખ્યું વિઝિટર બુકમાં
ગાંધીનગરમાં નિર્માણાધીન બાયોટેક યુનિ.ની યુકેના PM મુલાકાત લેશે
આ શાનદાર ભપકાદાર અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા સ્વાગત કાર્યક્રમોના 45 સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને ઉજાગર કરવાની સાથે ગુજરાતની કલાસંસ્કૃતિ અને સંગીતના વારસા સાથે વિકાસની હરણફાળની ઝાંખી પ્રસ્તૂત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આકરી ગરમી અને સવારના વહેલા સમયમાં આ સ્વાગત રોડ શો યોજાનાર હોવાથી અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ગાંધીનગરમાં નિર્માણાધીન બાયોટેક યુનિ.ની યુકેના PM મુલાકાત લેશે.
એરપોર્ટથી આશ્રામરોડ સુધીના માર્ગ પર 45 સ્ટેજ ગોઠવાયા
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન અમદાવાદ આવી રાજ્યમાં 13 કલાકનું રોકાણ કરશે. ત્યારે ગાંધીનગર ખાતે રૂ. 200 કરોડના ખર્ચે નિર્માણાધીન ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની પણ તેઓ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન યુનિવર્સિટીના સંશોધનકાર તજ્જ્ઞો, ફેકલ્ટી સભ્યો, લેબ ટેક્નિશિયનો સાથે વાર્તાલાપ પણ કરવાના છે. આ યુનિવર્સિટીએ યુકેની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે ટેક્નોલોજિકલ સહયોગ કર્યો છે. બ્રિટિશ વડા પ્રધાન અમદાવાદ એરપોર્ટ ઉપર આવીને તુર્ત જ સાબરમતી ગાંધી આશ્રામની મુલાકાત લેશે અને ત્યાંથી તેઓ ગાંધીનગરની બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે.
યુકેના PMનું અમદાવાદમાં આગમન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા કરાયું સ્વાગત
ત્યાર બાદ તેઓ 10.50 વાગે અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ ખાતે અદાણી જૂથની ઓફિસે પહોંચી 11.40 સુધી ત્યાં રોકાઈ જૂથના ચેરમેન ગૌતમ અદાણી સાથે બંધબારણે મિટિંગ કરવાના છે અને ત્યાંથી અદાણી ટાઉનશિપના પાછળના ભાગે ખાસ ઊભા કરાયેલા હેલિપેડથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હાલોલ ખાતે આવેલી જેસીબીની ફેક્ટરીની મુલાકાતે જવા રવાના થવાના છે.