જાણો કોણ હતા સમ્રાટ વીર વિક્રમાદિત્ય અને કેવી રીતે જોડાયું નવા વર્ષ સાથે તેમનું નામ ?
- વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય
આજથી વિક્રમ સંવતનું એક નવું વર્ષ, 2079 નું વર્ષ, શરૂ થાય છે. પણ જેનું નામ આ સંવત સાથે જોડાયું છે તે રાજા વીર વિક્રમાદિત્ય પરમાર કોણ હતા?
આજે દુનિયાના ઘણા દેશોમાં, આપણા દેશમાં પણ,જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તે ઇસવી સન કરતાં 57 વર્ષ પહેલાં આ સંવત શરૂ થયો છે. એટલે વિક્રમ રાજા ઈસ્વીસનના પૂર્વે સોએક વર્ષે થઇ ગયા હોવો જોઈએ. કેટલાકને મતે તે પોતે શકો સામે વિજય થયો તેની યાદમાં વીર વિક્રમે આ નવો સંવત શરૂ કર્યો હતો.
એનું આખું નામ વિક્રમાદિત્ય મહેન્દ્રાદિત્ય પરમાર . 'વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર, સૂર્ય. પણ ‘વિક્રમાદિત્ય’ એ રાજાનું નામ હતું કે બિરુદ? કારણ કે બીજા પણ ઘણા રાજાઓએ આ ‘વિક્રમાદિત્ય’ને બિરુદ તરીકે અપનાવ્યું છે.
વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. તે 'વિક્રમ' અને 'વિક્રમાર્ક' તરિકે પણ ઓળખાતો (સંસ્કૃતમાં આર્ક એટલે સૂર્ય). એટલે બનવાજોગ છે કે આ વંશના બધા રાજાના નામની સાથે ‘આદિત્ય’ બિરુદ જોડાતું હોય.
તો ભવિષ્ય પુરાણ કહે છે કે વિક્રમાદિત્ય તો ગાંધર્વસેનનો પુત્ર હતો. અને ગાંધર્વસેન તે ઇન્દ્રનો પુત્ર હતો. પાંચ વર્ષની ઉંમરથી વિક્રમે બાર વર્ષનું આકરું તપ કર્યું હતું. તંત્રમંત્રના જાણકાર એક દુષ્ટનો ખાતમો બોલાવવામાં વૈતાળે તેને મદદ કરી હતી.
રંભા અને ઉર્વશી એ બે અપ્સરાઓ વચ્ચેના ઝગડાનો નિવેડો વિક્રમ લાવી શક્યો હતો, તેથી તેના પર ખુશ થઈને ઇન્દ્રે તેને સિંહાસન આપ્યું અને “તું તથા તારા વંશજો એક હજાર વર્ષ સુધી રાજ કરશો”-એવું વરદાન આપ્યું.
ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત શરૂ થાય છે. જ્યારે ગુજરાતમાં કાર્તિક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે. આ ઉપરાંત નેપાળમાં પણ વિક્રમ સંવત પ્રચલિત છે. ત્યાં વૈશાખ મહિનામાં તેની શરૂઆત થાય છે.
ભારત સરકારે શક સંવતને સત્તાવાર કેલેન્ડર તરીકેની માન્યતા આપી છે. પણ લોકોમાં આ કેલેન્ડર ઝાઝું પ્રચલિત બન્યું નથી. સરકારી વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ઇસવી સનની સાથોસાથ થાય છે. પણ આપણા દેશના બંધારણના સત્તાવાર હિન્દી અનુવાદમાં એ બંધારણ દેશે અપનાવ્યું તેની તારીખ આ રીતે આપી છે: ‘૨૬ નવેમ્બર, 1949, માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, સંવત 2006.’
હિન્દુ નવ વર્ષ અને ચક્રવર્તી સમ્રાટ વીર વિક્રમાદિત્ય : હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે હિંદુ નવું વર્ષ શનિવાર, 02 એપ્રિલના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2079 02 એપ્રિલથી શરૂ થશે.
હિન્દુ નવા વર્ષને વિક્રમ સંવત નામોથી પણ ઓળખવામાં આવે છે. વિક્રમ સંવતના પ્રથમ દિવસથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે.
1. વિક્રમ સંવત 2079ની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે.
2. વિક્રમ સંવતમાં 12 મહિના, 30 દિવસનો મહિનો અને સાત દિવસનું સપ્તાહ હોય છે. આ કેલેન્ડરમાં તારીખની ગણતરી કરવામાં આવે છે. આ વિક્રમ સંવત કેલેન્ડરના આધારે અન્ય ધર્મના લોકોએ પોતાનું કેલેન્ડર બનાવ્યું હતું.
3. વિક્રમ સંવતની દરેક તારીખ એટલે કે દિવસની ગણતરી સૂર્યોદયના આધારે કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરનો દરેક દિવસ સૂર્યોદયથી શરૂ થાય છે અને આગામી સૂર્યોદય સુધી માન્ય છે.
4. વિક્રમ સંવતના એક મહિનાના બે ભાગ છે. પ્રથમ કૃષ્ણ પક્ષ અને બીજો શુક્લ પક્ષ. અમાવસ્યા એ કૃષ્ણ પક્ષનો 15મો દિવસ છે અને પૂર્ણિમા એ શુક્લ પક્ષનો 15મો દિવસ છે.
5. વિક્રમ સંવત કેલેન્ડરનો પહેલો મહિનો ચૈત્ર છે અને 12મો એટલે કે છેલ્લો મહિનો ફાગણ છે. આ કેલેન્ડરની તારીખોની ગણતરી પંચાંગના આધારે કરવામાં આવે છે.
6. વિક્રમ સંવત કેલેન્ડર અંગ્રેજી કેલેન્ડર કરતા 57 વર્ષ આગળ છે. "ભલો પરમારુ નો વટવાટો, ભલી ઓળખાણ પુરાય." "એ તો જુગ માયલો વિક્રમ જોગીડો, ભઈલા, જેની તારીખું આજેય વંચાય."
મહારાજા સમ્રાટ વિર વિક્રમાદિત્ય વિશે વધુ માહિતી : આ એ રાજા છે જેને ઇતિહાસ ભૂલી ગયો છે.જેમણે ભારતને બનાવ્યું. " સોને કી ચીડિયા ". ભારતનાં ઇતિહાસમાં એવું ઘણું બધુ છૂટી ગયું છે .જેને લોકો ક્યારેય જાણી નહીં શકે.કારણકે આમનાં સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યુ છે.એ બાબતમાં આપણે કહી શકીએ કે આ બહુ શરમજનક વાત છે.કે જેણે દેશને " સોને કી ચીડિયા " બનાવ્યું. આઓ આ બાબતે આજે એમના વિશે કંઈક જાણીએ અને લોકોને જણાવીએ.
આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે લોકોને બહુ ઓછા લોકોને ગ્યાન હશે.આમના જ શાસનકાળમાં ભારત " સોને કી ચિડીયા "બન્યુ હતુ .આ કાળ દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે.
મહારાજ વિક્રમાદિત્ય કોણ હતાં:-
આગળ રાજા ભરથરીના ઇતિહાસમાં આપણે જોઇ ગયા તેમ ઉજ્જૈનના રાજા ગન્ધર્વસેનનું રાજ હતુ.એમને ત્રણ સંતાનો હતા જેમાં પ્રથમ દિકરી મેનાવતી હતાં,બીજા નંબરમાં રાજા ભરથરી અને સૌથી નાના હતાં વિક્રમાદિત્ય.
બહેન મેનાવતીનાં લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા.જેમનાથી એક છોકરો થયો જેનું નામ હતુ " ગોપીચંદ ".આગળ જઈને ગોપીચંદે શ્રી જ્વાલેન્દરનાથથી યોગદિક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયાં હતાં.એ પછી માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથજીથી દિક્ષા લઈ લીધી.
આમ ગંધર્વસેનનાં જ્યેષ્ઠપુત્ર હતા ભરથરી તેથી ભરથરીને રાજગાદી સોંપવામાં આવી.રાજા ભરથરી પોતાની રાણી પિંગળાના વિશ્વાસઘાતથી તેમણે પણ રાજપાટ નાના ભાઇ વિક્રમાદિત્યને આપી ગુરુ ગોરખનાથથી યોગદિક્ષા લઈ લીધી.
તેમ રાજા વિક્રમાદિત્યે ગુરુ ગોરખનાથ પાસેથી " યોગદિક્ષા " નહીં પરંતુ " ગુરુદિક્ષા " લઈને રાજપાટ સંભાળી લીધો જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે. રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુજ પરાક્રમી,બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા.રાજા વિક્રમાદિત્ય પોતાનું શાસન ખૂબ સુઆયોજીત રીતે ચલાવતાં હતાં.
તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વહેપારીઓ સોનાનાં વજનથી ખરીદતાં હતાં.આમ વિક્રમાદિત્યની વેપારનીતિથી ભારતમાં એટલું સોનુ આવ્યું કે ભારતમાં સોનાનાં સિક્કા ચલણમાં ચાલતા હતાં.એવી એમની વેપારનીતિ હતી.અને પ્રજા પ્રત્યેનુ પોતાનુ સમર્પણ.
એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતાં.ન્યાય,રાજ,પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતાં હતા.વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
રાજા વિક્રમાદિત્યને યાદ કરવાં કેમ જરુરી છે :-
આજ ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણેજ અસ્તિત્વમાં છે.ચક્રવર્તી અશોક સમ્રાટના(મૌર્ય) એ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.અને બુદ્ધધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે ૨૫ વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો.
જે સમયે રાજા ભરથરીનું રાજ ચાલતુ અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ના આપ્યુ. કદાચ જ કોઇને ખબર હશે કે રામાયણ અને મહાભારતનાં ગ્રંથો ખોવાઈ ગયા હતા.અથવા એવું કહી શકાય કે બૌદ્ધધર્મના લીધે કોઇકે ગાયબ કરી દીધા હતાં.
મહારાજ વિક્રમાદિત્યએ આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા આ ગ્રંથોને પોતાના જ રાજગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યાં.અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ રાજ ચલાવવું .તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવનાં મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી.
મહારાજ વિક્રમાદિત્યના ૯ રત્નોમાંના એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી " અભિગ્યાન શાકુન્તલમ્ " નામનો ગ્રંથ લખ્યો.જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો નહીંતર ભારતના ઇતિહાસની વાત તો દૂર પણ આજે આપણે ભગવાન રામ અને ક્રુષ્ણને પણ ખોઇ બેઠા હોત.અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ.
મહારાજ વિક્રમાદિત્યએ ઘણાં ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતાં.આમ પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી.જેમાં આજે આપણે હિન્દુધર્મમાં જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે.
હિન્દી સંવત્સર, વાર, તિથિ, રાશિ,નક્ષત્ર અને ગોચર જે આપણે આજે પંચાંગમાં સહેલાઈથી જોઇ શકીએ છીએ જે લુપ્ત થવાની તૈયારીમાં હતાં તેને પોતાના સંરક્ષણમાં લઈ લીધા. આટલા સક્ષમ અને શક્તિશાળી રાજા વિક્રમાદિત્ય પરમારનાં વિશે આજે આપણે કંઈ જાણતાં જ નથી.લોકોને માહિતગાર કરો અને આપણો ઇતિહાસ આપણી પેઢીને બતાવો,વંચાવો અને અમલ કરાવો કારણ કે જે સભ્યતા પોતાના ઇતિહાસને નથી જાણતી તે ઇતિહાસ નથી બનાવી શકતી અને નષ્ટ થઈ જાય છે. પરમાર વંશમા રાજા વિક્રમાદિત્ય ના વચન બધ્ધ થઇને માં હરસિદ્ધિએ ૯ અવતાર લિધા હતા. તો આવા મહાન વંશને આપડે સૌ ભેગા મળીને માન-સમ્માન વધારીયે .
🚩 પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો 🚩
🔥 અગ્ની કુળ 🔥
૧. મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમાર જેમનામાં બત્તીસ ગુણ હતા તેમની સામે તો દેવતાઓ પણ ઝાંખા પડી જતા હતા. અને એ સમયે ખાલી પૃથ્વી પરના માત્ર રાજા વિક્રમાદિત્ય હતા જે સહશરીર સ્વગૅ મા જઇ સકતા હતા. જેમને પોતાની કુળદેવી માઁ હરસિદ્ધિ ભવાની ને ૧૨ વખત મસ્તક કાપીને અપૅણ કયુઁ હતુ. જે દશાનન રાવણ થી પણ મહાન કહેવાય.
૨. રાજા વિક્રમાદિત્ય ના મોટા ભાઇ રાજા ભરથરી જે મહાન યોગી થયા .અને નવ નાથ માના એક છે. તેમને બાર કે ચૌદ વષૅ એવિ તપસ્યા કરિ કે ઇન્દ્રદેવ ને લાગ્યુ કે રાજા ભરથરી વરદાન સ્વરુપ ઇન્દ્રાસન માગી લેશે તેથી ઇન્દ્રદેવે રાજા ભરથરી જે ગુફામા તપસ્યા કરતા હતા તે ગુફા પર પ્રહાર કર્યો જેથી ભરથરી રાજા પોતાના હાથ ધ્વારા પ્રહાર ને રોકી લિધો . અને ભરથરી નાથ ગુરૂ ગોરક્ષનાથ ના વરદાનથી અમર છે.
૩. રાજા વિક્રમાદિત્ય ના પૌત્ર શાલિનીવાહન પરમાર જે વિશ્વ વિજેતા છે .
૪. પરમારો જોડેથી છિનવાઈને ૬ થી ૭ મી સદીમા ઉજૈન પર પઢિયારો નુ રાજ હતુ પરતુ વિદેશી આક્રમણોના કારણે તે કનૌજ ભાગી ગયા. ત્યારે આબુના રાજા ઉપેન્દ્રસિંહ (કૃષ્ણરાજ પરમાર) એ ઉજૈન પર કબજો કરી પોતાની ઉજૈન નગરી ફરિથી પોતાના હસ્તક કરી લિધી. માલવા નિ રાજધાની ઘોષિત કરી દીધી.
૫. વાક્પતિરાજ (રાજા મુંજ પરમાર) જે પરમાર વંશના મહાન શાસકો માના એક છે.
૬. પછી રાજા મુંજ નો ભત્રીજો ચક્રવર્તી સમ્રાટ તરિકે રાજા ભોજદેવ પરમાર થયા જે પરમાર વંશના મહાન શાસક તરિકે ઓળખાય છે. રાજા ભોજ બધીજ કલામા વિખ્યાત હતા. રાજા ભોજ પણ સિંહાસન બત્તીસિ પર વિરાજમાન થયા હતા તેમ કહેવાય છે.
૭. રાજા જગદેવ પરમાર જે ચક્રવર્તી સમ્રાટ તરિકે ઓળખાતા હતા .તેમને એક વાર માતા કંકાલી દેવી ને મસ્તક અપૅણ કયુઁ હતુ.માતાએ પ્રસન્ન થઇ સજીવન કયાઁ હતા. આવા ગણા પરમાર વંશના રાજાઓ છે પણ બધાનો ઇતિહાસ ખબર નથી.
૮. થરપારકરમા પિરપિથોરા દાદા થઇ ગયા જે હિંદવા પિર તરિકે ઓળખાય છે. અને બિજા રામદેવપિર
૯. રાપર કચ્છમા દાદા વિર વરણેશ્વર દાદાનુ મંદીર છે
૧૦. બાબરિયા રાજપૂત મેહુલસિંહ પરમાર જે પોતાની બહેન દિકરીઓ માટે લડ્યા પોતાનુ મસ્તક કપાઇ ગયુ પણ ધળ લડ્યુ હતુ. તેમનુ પણ મંદિર છે.
૧૧. મુળીના લખધિરજી પરમાર જે એક તેતરના પ્રાણ માટે યુદ્ધ કરિ નાખ્યુ હતુ.
૧૨. સાચોજી પરમાર જેમને જીવતા સિંહનું દાન અપ્યુ હતુ. આવા ઘણા બધા મહાન પરમાર વંશના રાજવીઓ હતા અને બીજા પણ ધણા હસે પણ ઇતિહાસ ખબર નથી.
એટલે આવા ગૌરાવિંત વંશમા જન્મ લઇને હુ ખુદને ભાગ્યશાળી માનુ છુ. અને આપડે સૌ આપડા મહાન વંશજો જેવા ગુણ ધરાવિયે તેવિ આશા રાખુ છું.... વિક્રમ સંવતનાં આજથી શરુ થતાં નવા વર્ષના આપ સૌને અભિનંદન.