પુરાણોમાં કહ્યા પ્રમાણે દર વર્ષે જેઠ મહિનાના કૃષ્ણપક્ષની બીજના દિવસે નારદ જયંતી મનાવવામાં આવે છે. આ વખતે 20 મેએ રવિવારના રોજ પદ્મ નામના શુભ યોગમાં આ જયંતી ઉજવવામાં આવી રહી છે. નારદને બ્રહ્માના 7 માનસપુત્રોમાંના એક માનવામાં આવે છે. એમનો જન્મ બ્રહ્માજીના ખોળામાં થયો હતો. હિન્દુ માન્યતા પ્રમાણે બ્રહ્માજીએ નારદને સર્જનકાર્ય કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમણે આ આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો હતો.
નારદને દેવર્ષિ પણ કહે છે
‘દેવર્ષિ’ તરીકે ઓળખાતા નારદ મુનિ વ્યાસ, વાલ્મિકી અને શુકદેવ વગેરેના મનીષિઓના ગુરુ છે. નારદજીની જ કૃપાથી ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા મહાગ્રંથનું નિર્માણ થઈ શક્યું હતું. એમણે જ પ્રહલાદ, ધ્રુવ, રાજા અંબરિષ વગેરે મહાન ભક્તોને ભક્તિમાર્ગમાં પ્રવૃત્ત કર્યા હતા. આ રીતે જોઈએ તો નારદ દેવતાઓના ઋષિ છે. આથી તેમને ‘દેવર્ષિ’ કહીને પણ સંબોધવામાં આવે છે. કહેવાય છે કે કઠોર તપસ્યા પછી નારદને બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત થયું હતું. નારદ અત્યંત જ્ઞાની હતા, જેને કારણે દેવી-દેવતાથી લઈને દૈત્યો પણ એમને ભારે માન આપતા.
સંગીત અને પત્રકારત્વ ક્ષેત્રના લોકોના પણ ગુરુ
નારદજી શ્રુતિ-સ્મૃતિ, ઈતિહાસ, પુરાણ, વ્યાકરણ, વેદાંગ, સંગીત, ખગોળ-ભૂગોળ, જ્યોતિષ, યોગ વગેરે અનેક વિષયોમાં પારંગત હતા. તેઓ વીણા દ્વારા ભગવાન વિષ્ણુની ભક્તિના પ્રચારક પણ હતા. તેમના પર માતા સરસ્વતીની કૃપા હોવાને કારણે તેઓ અત્યંત બુદ્ધિમાન અને સંગીતમાં પણ નિપુણ હતા. દરેક લોકમાં નારદજીનું ભારે સન્માન થતું. નારદજી સમાચારોનું વહન કરનારા વિચારક પણ હતા. આથી જ તેમને સંગીત અને પત્રકારત્વમાં સક્રિય લોકો પણ ભારે માનથી જુએ છે અને તેમણે નારદ જયંતીના દિવસે નારદજીની ખાસ પૂજા-અર્ચના કરવી જોઈએ.
નારદજીની પૂજા કઈ રીતે કરવી?