હેડ ક્લાર્કનું પેપર લીક થયા હોવાની વાતના મામલે નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં જે ગાડીમાં પેપર લઈ જવાયા હતા તેની માહિતી સામે આવી સામે છે. તેમાં ગાડીનો નંબર GJ 09 BJ 2416માં પેપર લઇ જવાયા હતા. તથા સાબરકાંઠામાં હિંમતનગરના સરનામે ગાડીનું રજિસ્ટ્રેશન થયેલ છે.
સંદેશ ન્યૂઝ પાસે ગાડીનો નંબર અને સરનામું
સમગ્ર કૌભાંડમાં કેતન પટેલ નામના એક શખ્સનું નામ સામે આવી રહ્યું છે. અને જે એક્સ્યુવી ગાડીની વાત આવી રહી છે તેમાં સંદેશ ન્યૂઝ પાસે ગાડીનો નંબર અને સરનામું આવ્યું છે. ગાડીનો નંબર G J 09 BJ 2416 છે અને આ ગાડીનું રજિસ્ટ્રેશન 50, પરમાર ફળિયું ગાંભોઈ હિંમતનગર, સાબરકાંઠા જિલ્લો આ સરનામે વાહનનું રજિસ્ટ્રેશન થયેલું છે. જેમાં સંદેશ ન્યૂઝ સમગ્ર કેસને લઈને માહિતી આપી રહ્યું છે.
હડીયોલ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી
ઉલ્લેખનિય છે કે GSSSBનું હેડ કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થયું હતું. જેમાં રસ્તા ઉપરના તમામ CCTV ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરાશે. તેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા પ્રાંતિજ પોલીસે કમર કસી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની 186 જગ્યા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં સાબરકાંઠા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં જે ફાર્મહાઉસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના સીસીટીવી ફૂટેજ ઉપરાંત આસપાસ વિસ્તાર અને રસ્તા ઉપરના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે. આ સિવાય હિંમતનગર તાલુકાના હડીયોલ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ફાર્મ હાઉસમાંથી કોઈ પુરાવા મળ્યાં નથી
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર એક્ઝામના એક દિવસ અગાઉ એટલે કે શનિવારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના એક ફાર્મ હાઉસમાં લાખો રૂપિયાની લેતી દેતી કરીને વેચવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે. ફાર્મ હાઉસ કે જે તબીબનું છે, ત્યાંથી હજુ સુધી કોઈ પુરાવા મળ્યાં નથી.
તમામ CCTV કેમેરાની તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે સાબરકાંઠા પોલીસ વડા નિરજ બડગુજરએ જણાવ્યુ હતુ કે, આ મામલે LCB અને પ્રાંતિજ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે અને જે ફાર્મ હાઉસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના CCTV ફૂટેજ તેમજ ફાર્મ હાઉસ આસપાસ અને તેની તરફ જવાના રસ્તા ઉપર આવતી સ્થળોએ લાગેલા તમામ CCTV કેમેરાની તપાસ હાથ ધરીને મુવમેન્ટ ચેક કરવામાં આવી રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો :
રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા અમદાવાદ, રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં વિવિધ સરકારી કચેરીઓમાં હેડ કલાર્કની 186 જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. જો કે પેપર આગળના દિવસ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના એક ફાર્મ હાઉસમાં લાખો રૂપિયાની લેતી દેતી કરી વેંચાયું હોવાનો આક્ષેપ થયો હતો. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં જે ફાર્મ હાઉસનો ઉલ્લેખ કરાયો તેના CCTV ઉપરાંત આસપાસ વિસ્તાર અને રસ્તા પરના તમામ CCTV ફૂટેજ ચેક કરીને સત્ય સુધી પહોંચવા પ્રયાસ થઈ રહ્યાં છે. બીજી તરફ હિંમતનગર તાલુકાના હડીયોલમાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે. જો કે ફાર્મ હાઉસ કે જે કોઈ તબીબનું છે ત્યાંથી હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી, તેમ છતાં પોલીસ આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા કમર કસી રહી છે.