ગ્લોબલ હેપ્પીનેસ રિપોર્ટ 2023 જાહેર થઇ ગયો છે કે જેના હેઠળ વિશ્વના સૌથી વધારે હેપ્પી દેશોનું રેન્કિંગ આપવામાં આવે છે. આ યાદી પ્રમાણે ફિનલેન્ડ વિશ્વનો સૌથી વધારે હેપ્પી દેશ છે પરંતુ ટોપ-20માં એશિયાનો એક પણ દેશ નથી.
યાદીમાં ભારતનું સ્થાન 136મા ક્રમ પર
નોંધનીય છે કે ફિનલેન્ડ પાછલા છ વર્ષથી પ્રથમ ક્રમ પર જળવાઇ રહ્યું છે. આ દેશની વસ્તી 55 લાખથી વધારે છે. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડને 7.842 પોઇન્ટ પ્રાપ્ત થયાં છે. જો કે 150 દેશોની આ યાદીમાં ભારતનું સ્થાન 136મા ક્રમ પર છે. છેલ્લી યાદીમાં ભારત 139મા સ્થાન પર હતું. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં દેશની યાદીમાં ભારત બીજા ક્રમ પર છે.
2020-2022ના ગાળા માટે સરેરાશ રેન્કિંગ લેવાયું હતું
હેપ્પીનેસ ઇન્ડેક્સમાં કોઇપણ દેશનો જીડીપી, ત્યાંના જીવનની ગુણવત્તા અને જીવન અપેક્ષાના આધાર પર રેન્કિંગ આપવામાં આવે છે. કોવિડકાળ એટલે કે 2020થી 2022 દરમિયાન આ રેન્કિંગ જાહેર કરવામાં આવી ન હતી. સંયુક્ત રાષ્ટ્ર સતત સમાધાન નેચવર્ક હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલો આ રિપોર્ટ 150થી વધારે દેશોના વૈસ્વિક સર્વેક્ષણના આંકડા પર આધારિત હોય છે. 2020થી 2022ના કિસ્સામાં પાછલા ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું હતું.
ટોચના દેશોમાં કોને સ્થાન મળ્યું છે?
રિપોર્ટ પ્રમાણે ફિનલેન્ડ પ્રથમ તો ડેનમાર્ક બીજા ક્રમ પર છે. ત્રણ નંબર પર આઈસલેન્ડ, ચોથા પર ઇઝરાયેલ છે. નેધરલેન્ડનું સ્થાન પાંચમું છે અને છઠ્ઠા સ્થાન પર સ્વીડન છે. સાતમા ક્રમ પર નોર્વે, આઠમા ક્રમ પર સ્વીટઝરલેન્ડ, નવમા પર લકઝમબર્ગ અને 10મા ક્રમ પર ન્યૂઝીલેન્ડ છે. 11થી 20ના સ્થાન પર ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયરલેન્ડ, યુએસએ, જર્મની, બેલ્જિયમ, ચેક ગણરાજ્ય, બ્રિટન અને લિથુઆનિયાનો ક્રમ આવે છે.