જમ્મૂ-કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી ભવનમાં શનિવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવા વર્ષના પહેલા દિવસે માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર અત્યાર સુધી 14 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડો વધી પણ શકે છે. ઘાયલોને નારાયણા હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી. કટરા દુર્ઘટના મામલે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Extremely saddened by the loss of lives due to a stampede at Mata Vaishno Devi Bhawan. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to JK LG Shri @manojsinha_ Ji, Ministers Shri @DrJitendraSingh Ji, @nityanandraibjp Ji and took stock of the situation.
— Narendra Modi (@narendramodi) January 1, 2022
પીડિતોને સહાયતા રકમની જાહેરાત
PM મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાને દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાન જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર LG મનોજ સિન્હાએ પણ ભાગદોડમાં મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયાની સહાયતા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે.
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the stampede at Mata Vaishno Devi Bhawan. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 1, 2022
PM મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
माता वैष्णो देवी मंदिर में हुई दुखद दुर्घटना से हृदय अत्यंत व्यथित है। इस संबंध में मैंने J&K के उपराज्यपाल श्री मनोज सिन्हा जी से बात की है। प्रशासन घायलों को उपचार पहुँचाने के लिए निरंतर कार्यरत है। इस हादसे में जान गँवाने वाले लोगों के परिजनों के प्रति संवेदना व्यक्त करता हूँ।
— Amit Shah (@AmitShah) January 1, 2022
माता वैष्णो देवी धाम में हुए दुर्भाग्यपूर्ण हादसे से मन अत्यंत व्यथित है।
माँ आदिशक्ति हादसे में दिवंगत हुए लोगों की आत्माओं को शांति व दुर्घटना में घायल हुए लोगों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करने की कृपा करें।
मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
ॐ शांति!
— Yogi Adityanath (@myogiadityanath) January 1, 2022
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભક્તોનું આગમન
દર વખતે નવા વર્ષ નિમિત્તે હજારો ભક્તો માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચે છે. દર વર્ષે અહીં ભક્તોની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ શનિવારે સવારે થયેલી નાસભાગ અંગે કેટલીક સ્પષ્ટ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી થઇ. કટરામાં